કોગ્રેસ કાયૅકરો દ્વારા ભેસાણ ખાતે નેતાજીની જન્મ જયંતિની ઉજવણી

કોગ્રેસ કાયૅકરો દ્વારા ભેસાણ ખાતે નેતાજીની જન્મ જયંતિની ઉજવણી
ધારાસભ્ય હષૅદ રીબડીયા તથા જી.કો.પ્ર. નટુભાઇ પોકિયાની ઉપસ્થિતિ
દેશની આઝાદીમા મહત્વનુ યોગદાન આપનાર
સ્વાતંત્ર્ય સંગ્રામના લડવૈયા, આઝાદ હિંદ ફોઝના સંસ્થાપક અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નેતાજી સભાષચંદ્ર બોઝની ૧૨૬મી જન્મજયંતિ પર આજરોજ ભેસાણ માર્કેટિંગ યાર્ડ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.ધારાસભ્ય હષૅદ રીબડીયાએ પોતાના નિવેદનમાં નેતાજીએ કરેલા સંકલ્પોને યાદ કરીને અને માતૃભૂમિ માટે આપેલ બલિદાન એ આઝાદ ભારતના સપનાને પરિપૂર્ણ બનાવેલ હતું તેવુ જણાવેલ હતું.આ તકે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઇ પોકિયા,વિસાવદર ભેસાણ ના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા,ભેસાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વજૂભાઈ મોવલિયા, યાર્ડ ના વાઇસ ચેરમેન રામજીભાઈ ભેસાણીયા, ભેસાણ તાલુકા પંચાયત સદસ્યો જયદીપભાઇ શિલુ,રાજુભાઇ ભેસાણીયા યાર્ડના ડાયરેકટર વલ્લભભાઈ સાવલીયા,હાર્દિકભાઈ તારપરા તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756