દામનગર – ગારીયાધાર માર્ગનો કુંભનાથ મંદિર નજીકનો ખતરનાક વળાંક ગમ્મે ત્યારે કોઈકનો ભોગ લેશે

દામનગર – ગારીયાધાર માર્ગનો કુંભનાથ મંદિર નજીકનો ખતરનાક વળાંક ગમ્મે ત્યારે કોઈકનો ભોગ લેશે..!!! કરોડો રૂપિયાનાં ખર્ચે બનાવવામાં આવતા માર્ગોના કામોમાં કેટલી મજબુતાઈ હોય છે તે થોડા મહિનાઓમાં કે બે કે ત્રણ વર્ષમાં ખબર પડી જાય છે. જીલ્લા પંચાયત હસ્તકના માર્ગોની હાલત થોડા સમયમાંજ ખરાબ થતી જોવા મળતી હોય છે.મોટી રકમના આવા કામોમાં ઈરાદાપૂર્વક સ્પીડ બ્રેકરો બનાવાતા ન હોય છાશવારે બનતા ગંભીર અકસ્માતોમાં માણસોના મૃત્યુ થાય છે,છતાં જવાબદાર અધિકારીઓ માત્ર ઘટના સ્થળે પહોંચીને નિરીક્ષણ કરીને રવાના થતાં હોય છે.અકસ્માત થવાના કારણોમાં સ્પીડ બ્રેક્રરો ન હોવાથી તેમાં પણ ખતરનાક વળાંકો પણ કારણભૂત હોય છે. આવો એક ખતરનાક અને રૂંવાટા ખડા કરે એવો ઢાળવાળો વળાંક દામનગર – ગારીયાધાર માર્ગ પર કુંભનાથ મંદિર નજીકનો છે જે અતિ જોખમી ગણાતા આ વળાંક ની બંને બાજુ જવાબદાર તંત્ર તાત્કાલીક સ્પીડ બ્રેકરો બનાવે,નહીતો પૂરપાટ જડપે દોડાવતા વાહનો વચ્ચે અકસ્માત થવાની ડગલે ને પગલે સંભાવના રહે છે. માર્ગ અને મકાન વિભાગ આ પ્રશ્નને ગંભીર ગણી ત્વરિત કામગીરી કરે તે જરૂરી છે.
રિપોર્ટ અતુલ શુક્લ દામનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756