મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થા ગઈ ખાડે : ઘુંટુ ગામે વાડીએ ગયેલા વૃદ્ધની ગળેટુંપો દઈ હત્યા

સાંજે ધરેથી વાડીએ ગયેલા વૃધ્ધ ની મળી લાશ પોલીસ ધટના સ્થળે દોડી
મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા ધણા સમયથી કાયદો-વ્યવસ્થાના ચિંથરા ઉડી રહા છે.ચોરી,લુંટ,હત્યા, મારા-મારી જેવા ગુનાઓ સામાન્ય બની ગયા છે.છતાં પોલીસ કુભર્કણની ગાંઢ નિંદ્રામાં હોય તેવા દ્રશ્યો સર્જાય રહા છે ત્યારે વધુ એક હત્યા થવા પામી છે.જેમાં મોરબીના ઘુંટુ ગામે રહેતા વૃદ્ધ ગતરાત્રીના ઘેરથી વાડીએ ગયા બાદ આજે ઘુંટુ રોડ ઉપરથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મફલરથી ગળેટૂંપો આપી વૃદ્ધની હત્યા નિપજાવાઇ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે.
મોરબી જિલ્લામાં છેલ્લા ધણા સમયથી કાયદો-વ્યવસ્થાના ચિંથરા ઉડી રહા છે.ચોરી,લુંટ,હત્યા, મારા-મારી જેવા ગુનાઓ સામાન્ય બની ગયા છે.છતાં પોલીસ કુભર્કણની ગાંઢ નિંદ્રામાં હોય તેવા દ્રશ્યો સર્જાય રહા છે.ત્યારે શહેરમાં વધુ એક ચોરી ની ધટના બનતા તસ્કરો પોલીસની આબરૂની લીલામી કરી ગયા હોય તેવો ધાટ જોવા મળી રહો છે. જેમાં ધટનાની પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ ધર્મજીવન એસ્ટેટ પાછળ લાશ પડી હોવાનું જાણવા મળતા ઘુંટુ ગામના મહિલા સરપંચના પતિ દેવજીભાઈ પરેચાએ તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પીઆઇ ગોઢાણીયા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ઘુંટુ ગમે રહેતા ધરમશીભાઈ પુંજાભાઈ પરેચા ઉ.68 હોવાનું બહાર આવ્યું છે. વધુમાં મૃતક ધરમશીભાઈ પુંજાભાઈ પરેચા ગઈકાલે સાંજે પોતાના ઘેરથી વાડીએ જવાનું કહીને નીકળ્યા હતા બાદમાં આજે તેમની લાશ મળી આવી હતી. વધુમાં ઘટનાસ્થળે દોડી ગયેલ પોલીસ સ્ટાફે વૃદ્ધની ગળેટૂંપો આપી હત્યા કરાઈ હોવાનું જણાવી રહી છે. ઘટના મામલે હાલ પોલીસે ગુન્હો નોંધવા તજવીજ શરૂ કરી છે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756