‘વાત્સલ્ય અમૃત ઘોડિયાઘર’ ને રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાના હસ્તે ખુલ્લું મુકાયું.

રાજકોટ ના પોલીસ હેડ.ક્વાર્ટરમાં ‘વાત્સલ્ય અમૃત ઘોડિયાઘર’ ને રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાના હસ્તે ખુલ્લું મુકાયું.
રાજકોટ ના પોલીસ હેડ.ક્વાર્ટરમાં પોલીસ પરિવારના મહિલાઓ માટે ‘વાત્સલ્ય અમૃત ઘોડિયાઘર’ નો પ્રારંભ રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાના હસ્તે કરાયો છે. ઘોડિયાઘરના પ્રારંભે જ ૫૦ જેટલા બાળકોની નોંધણી થઈ ગયાનું જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ પોલીસ કર્મચારીઓના બાળકોની ચિંતા કરી ઘોડિયાઘર શરૂ કરનારું રાજકોટ પહેલું શહેર છે. રાજકોટ શહેર પોલીસ વિભાગમાં અનેક મહિલા કર્મચારીઓ અત્યારે ફરજ બજાવી રહ્યા છે. આ કર્મચારીઓને પોતાની ફરજ સાથે પરિવાર અને બાળકોની સાર-સંભાળ રાખવાની પણ મહત્ત્વની ફરજ નીભાવવાની હોય છે. જેથી મહિલા પોલીસ કર્મચારીઓનો ખાસ ખ્યાલ રાખી ઘોડિયાઘર શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. આ ઘોડિયાઘર શરૂ થઈ જવાથી પોલીસ પરિવારના બાળકો ઘરે એકલા નહીં રહે અને ખાસ કરીને મહિલા પોલીસ કર્મચારીઓ ફરજ પર જાય ત્યારે પોતાના બાળકોની ચિંતા ન રહે અને વ્યવસ્થિત રીતે નોકરી શકશે. ઘોડિયાઘરમાં રાખવામાં આવતાં બાળકના અભ્યાસ તેમજ ખાસ કરીને બાળકના આરામ માટેની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. બાળકોના વાલીઓ ઘોડિયાઘરમાં બાળક સુરક્ષિત છે. તે બાબતે તેમજ ત્યાંની પ્રવૃત્તિ ઉપર પોતે જ નજર રાખી શકે તે માટે ત્યાં મુકવામાં આવેલા CCTV કેમેરા મારફતે પોતાના મોબાઈલ ફોનમાં જોઈ શકશે. ઘોડિયાઘરમાં અત્યારે પોલીસ પરિવારના કુલ ૫૦ જેટલા બાળકોની નોંધણી થઈ છે અને તેનો પ્રારંભ રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા તેમજ શ્રીમતિ શ્રુતિ ભાટિયાના હસ્તે કરવામાં આવ્યો હતો. આજે વાત્સલ્ય અમૃત ઘોડિયાઘરનું ઉદ્ઘાટન કર્યા બાદ રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાએ આખા હેડ.ક્વાર્ટરની મુલાકાત લીધી હતી અને દરેક વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. એકંદરે પોલીસ હેડક્વાર્ટરની કાયાપલટ કરવા બદલ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને તેમણે અભિનંદન પણ પાઠવ્યા હતા. DGP એ અંબે માતાનું મંદિર, ક્રિકેટ ગ્રાઉન્ડ, ફૂટબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટ બોલ કોર્ટ, પ્લે એરિયા ઉપરાંત અત્યારે પોલીસ પરિવાર માટે નાખવામાં આવેલી ગેસ લાઈનની કામગીરી નિહાળી ઘણો જ આનંદ વ્યક્ત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756