જાકાસણા માં પાન પાર્લર માંથી તસ્કરો રોકડ રકમ સહિત તંબાકુના ડબ્બા ઉઠાવી ગયા

જાકાસણા માં પાન પાર્લર માંથી તસ્કરો રોકડ રકમ સહિત તંબાકુના ડબ્બા ઉઠાવી ગયા:- સાંથલ પોલીસ નું નાઈટ પેટ્રોલિંગ શંકાના દાયરામાં
— મંદિરની પૂજા કરવા આવેલા પુજારી એ તસ્કરોને જોતા હોવાનો દાવો
— જોટાણા તાલુકાને નિશાન બનાવતા તસ્કરો સાંથલ પોલીસને ફેંકી રહ્યા છે પડકાર
— સાંથલ પોલીસ દ્વારા ચોરીની ઘટના ઉકેલવામાં કોઈ રસ ના હોવાની લોકોમાં ચર્ચા
— પોલીસે પ્રાથમિક તપાસ કર્યા બાદ ચોરીની ઘટના બની હોવાનું જ ભૂલી ગયી હોવાનું લોકોમાં ચર્ચા
— સાંથલ પોલીસે ગુનો નોંધવાની જગ્યાએ ફકત અરજી લઈ સંતોષ માણતા ગ્રામજનોમાં અસંતોષ
જોટાણા ના જાકાસણા ગામમાં રવિવારે વહેલી પરોઢે તસ્કરોએ દુકાનને નિશાન બનાવી હતી.ત્રણ તસ્કરો ઇનોવા ગાડી લઈને આવ્યા હોવાનું પ્રત્યક્ષદર્શી વ્યક્તિ પાસેથી જાણવા મળ્યું હતું.
જોટાણા પંથકમાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે તસ્કરો સાંથલ પોલીસના નબળા નાઈટ પેટ્રોલિંગ નો ફાયદો ઉઠાવી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.ગણતરીના દિવસોમાં તાલુકાના મેમદપુર ગામ અને રવિવારે તસ્કરોએ જાકાસણા ગામને નિશાન બનાવ્યું છે.સાંથલ પોલીસ પણ ચોરીની ઘટનામાં બિન્દાસ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે.સાંથલ પોલીસ ચોરીની ઘટનાઓમાં ગુનો નોધવાને બદલે અરજદારો પાસેથી અરજી લઈ સંતોષ માનતી હોવાથી ચોરી ની ઘટનાઓ સરકારી ચોપડે નોંધાતિ નથી.
જાકાસણા ગામમાં રવિવારે વહેલી સવારે મંદિર ની સામે આવેલ દુકાન માં તસ્કરોએ લોક તોડી દુકાનની અંદર પડેલ રોકડ રકમ, તંબાકુ ના ડબ્બા,ચા ના પેકેટ સહિત ની ચીજ વસ્તુઓ ચોરી કરી લઈ ગયા હતા.વહેલી સવારે પુજારી મંદિર માં પુજા કરવા આવતા પુજારી એ તસ્કરો ચોરી કરતા હોવાનું જોતા તે દુકાન માલિકને જાણ કરવા જતાં તસ્કરો ભાગી છૂટયા હતા.દુકાન માલિકે સાંથલ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી તપાસ કરી હતી ત્યારબાદ દુકાન માલિકને પોલીસ સ્ટેશન આવવાનું કહી ફકત અરજી લઈ તપાસ કરીશું તેવું આશ્વાસન આપી સંતોષ માણ્યો હતો.પોલીસે ચોરીની ઘટનામાં એક વખત ઘટના સ્થળની ઊડતી મુલાકાત લઈ ગુનો નોધવાને બદલે ફકત અરજી લીધી હતી જેથી ગ્રામજનો માં પોલીસની કામગીરી પ્રત્યે રોષ વ્યાપ્યો હતો.
રિપોર્ટ :-અર્જુનસિંહ ઝાલા (જોટાણા)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756