કડીના નંદાસણ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી

કડીના નંદાસણ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી
નંદાસણ પોલીસ ટીમે ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરી ચાંદરડા-ઘુમાસણ ગામે થી રેલ્વે બ્રીજ તરફ જવાના રસ્તા ઉપર થી રૂપિયા 46,560 નો વિદેશી દારૂ અને બિયર જપ્ત કર્યો હતો. પોલીસે દારૂ,બિયર,મોબાઈલ અને ગાડી મળી રૂપિયા 2,47,060 ના મુદ્દામાલ સાથે ગાડી ચાલક ને ઝડપી પાડયો હતો. પોલીસે બે ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નંદાસણ પોલીસ સ્ટેશન ના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે ધડુક અને તેમની ટીમ ને બાતમી મળી હતી કે મહેસાણા તરફથી એક ગાડી માં ભારતીય બનાવટનો વિદેશીદારૂ લઇને નીકળેલો છે.જેને આધારે પોલીસે નંદાસણ એસ્સાર પેટ્રોલ પમ્પ બ્રિજ પાસે હાઈવે રોડ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન મહેસાણા તરફથી બાતમી વાળી ગાડી આવતા પોલીસે બેરિકેટ ની આડાશ કરવા છતાં ગાડી ચાલક પોતાની ગાડી લઇ નાસી જતાં પોલીસે ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરી ચાંદરડા થી ઘુમાસણ ગામથી આગળ જતાં રેલવે બ્રિજ નજીક વળાંકમાં ગાડી નંબર જી.જે-18 બી.સી-1577 ને પકડી પાડી હતી. પોલીસે ગાડી ની તલાશી લેતા તેમાંથી રૂપિયા 46,560 નો ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ- 360 અને બિયર ટીન નંગ-120 સાથે ગાડી ચાલક મયુદ્દીન બિસ્મિલ્લા ખાન કુરેશી (રહે.મંડાલી) ને ઝડપી પાડયો હતો.પોલીસે પૂછતાં આ દારૂ કલોલના સરદાર નામના ઇસમને વેચાણ આપવા જતો હતો તેમ જણાવ્યું હતું. પોલીસે દારૂ,બિયર,મોબાઈલ અને ગાડી મળી રૂપિયા 2,47,060 નો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સો સામે નંદાસણ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756