ઘરફોડ ચોરી કરતા મુખ્ય સુત્રઘારને હરીયાણા ખાતેથી ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા.

ઘરફોડ ચોરી કરતા મુખ્ય સુત્રઘારને હરીયાણા ખાતેથી ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા.
Spread the love

નર્મદા,ભરૂચ તથા વડોદરા જીલ્લ્લામાં ઘરફોડ ચોરી કરતા મુખ્ય સુત્રઘારને હરીયાણા ખાતેથી ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા.

એમ.એસ.ભરાડા,

શ્રી ઇચા.પોલીસ મહાનિરીક્ષક,વડોદરા વિભાગ, વડોદરાનાઓ તથા શ્રી હિમકર સિંહ, પોલીસ અધિક્ષક, નર્મદાનાઓની સુચના તથા માર્ગદર્શન અનુસંધાને જીલ્લામાં મિલ્કત વિરૂધ્ધના અનડેટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા તથા આવા ગુનેગારોને ઝડપી મુદ્દમાલ રીકવર કરવાની સુચના તથા માર્ગદર્શન અનુસંધાને શ્રી એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. તથા એલ.સી.બી. ટીમના પોલીસ માણસો જીલ્લાની મિલ્કત સબબ અનડીટેક્ટ ચોરીઓ ડીટેક્ટ કરવા ખાનગી બાતમીદારો તેમજ ટેક્નીકલ સર્વેલન્સ આધારે તપાસમાં હતા દરમ્યાન રાજપીપલા પો.સ્ટે. એ-પાર્ટ નં ૯૧૭૪૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૪૫૭,૩૮૦ મુજબનો ગુનો તા.૧૧/૦૯/૨૦૨૧ના રોજ નોંધાયેલ. જે ગુના સબબ વાવડી વિસ્તારમાં રાત્રી દરમ્યાન કોઇ ગેંગ દ્વારા આ રાત્રી ઘરફોડ ચોરી કરેલ હોવાનું જણાઇ આવેલ,

આ ગુનાની તપાસ દરમ્યાન ટેક્નીકલ સર્વેલન્સ આધારે આ ચોરીના એક શકદારની ઓળખ કરવામાં આવેલ. જે વડોદરા તેમજ હરીયાણા વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ રહેતો હોય જે શકદારની તપાસ કરતાં આ ચોરી થયા બાદ તે હરિયાણા વિસ્તારમાં રહેતો હોય જેથી એલ.સી.બી.ની ટીમના શ્રી બી.જી.વસાવ, પો.સ.ઇ. તથા હે.કો. રાકેશભાઇ, હે.કો. મુનિરભાઇ, ડ્રા.પો.કો. ક્નકસિંહ તથા હર્ષદભાઇ નાઓને આ ગુનાની તપાસમાં ફારૂખનગર હરિયાણા ખાતે મોકલવામાં આવી. આ શકદારની તપાસ ફારૂખનગર હરિયાણા ખાતે બે દિવસ સુધી કરવામાં આવી. દરમ્યાન તેને ફારૂખનગર હરિયાણાના બજારમાંથી ઝડપી આરોપીને રાજપીપલા લાવવામાં આવ્યો. રાજપીપલા ખાતે લાવી આ આરોપી સુંદરસીંગ ઉર્ફે કરનસીંગ વિનોદસીંગ રાજપુત રહે. બી-૩૨, મારૂતીનગર અલવાનાકા, માંજલપુર વડોદરા મુળ રહે, રાજીવચોક પાસે, ફારૂખનગર, જી.ગુરૂગ્રામ હરીયાણાનાએ વાવડી ખાતેની ઉપરોક્ત ગુનાની કબુલાત કરેલ હોય તેમજ આ ચોરી તેણે તેની સાથેના અન્ય

સહ આરોપી સાથે મળી સફેદ કલરની સ્કોર્પીઓ રજીસ્ટ્રેશન નં. HR-51-BC-3960 લઇને ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા. તેની સાથે તેના સહ આરોપી (૧) મુકેશભાઇ પોપીસીંગ રહે. ગેહલબ જી.પલવલ (હરીયાણા) (૨) પોપીસીંગ રહે. ગેહલબ જી.પલવલ (હરીયાણા) (૩) રાજેશ માંગેરામ રહે. રાજપુરા જી.પલવલ હરીયાણા સાથે મળી જે તે વિસ્તારમાં બંધ મકાનની રેકી કરી રાત્રી દરમ્યાન ચોરીઓ કરતા હોય વિશેષ પુછપરછ દરમ્યાન આ ટોળકીએ ભરૂચ જીલ્લાના નેત્રંગની કોઇ સોસાયટી વિસ્તારમાં બંધ મકાનમાં ચોરી કરેલ તેમજ વડોદરાના ડભોઇ વિસ્તારના પલાસવાડા ગામે પણ ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ, જે અંગે ભરૂચ તથા વડોદરા ખાતે તપાસ કરતાં નેત્રંગ પો.સ્ટે. એ પાર્ટ નં. ૧૧૧૯૦૦૫૨૧૧૦૬૦/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ તથા ફ્લોઇ પો.સ્ટે.એ-પાર્ટ નં. ૧૧૧૯૭૦૧૪૨૧૨૦૮૪૮૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબના ગુના નોંધાયેલ છે. આ તમામ ગુનાના કામે ચોરાયેલ મુદ્દામાલ વડોદરા જીલ્લાના વિસ્તારમાં રહેતા તેમને ઓળખતા સોનીઓ (૧) જીતેન્દ્રભાઇ પંચાલ રહે. કલાલી ફાટક, પાદરા રોડ, વડોદરા તથા (૨) મનોજભાઇ શંકરલાલ સોની રહે.એફએફ-૪, જગન્નાથ કોમ્પલેક્ષ, પ્રતાપનગર રોડ વડોદરા ને આપેલ જે પૈકી આ ચોરીનો મુદ્દામાલ રાખનાર મનોજભાઇ શંકરલાલ સોની પાસેથી સોનાની લગડીઓ ૧૨૦.૧૫ ગ્રામ કિ.રૂ.૫,૮૦,૦૦૦/- જેટલો રીકવર કરી જીલ્લાના તથા અન્ય જીલ્લાના કુલ-૩ અનડીટેક્ટ ધરફોડ ચોરીના ગુના ડીટેક્ટ કરવામાં આવ્યા.

 

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!