ખેરગામ-ગુજરાતનું ગૌરવ

ખેરગામ-ગુજરાતનું ગૌરવ: ક્ષત્રિય મોચી પરિષદના પ્રથમ ડૉ. રમેશ ગોહિલ-અમેરિકા નું અવસાન: વૈજ્ઞાનિક ગુમાવ્યો:
ખેરગામ જનતા માધ્યમિક શાળાની સ્થાપના સાથે આઠથી અગિયાર સુધી અભ્યાસ કરનાર રમેશભાઈ મોહનલાલ ગોહિલે ખેરગામમાંથી સૌપ્રથમ વખત વલ્લભ વિદ્યાનગર ખાતે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી પોલીમર સાયન્સમાં ડૉ. ઓફ ફિલોસોફી ની પદવી ધારણ કરનાર ૧૯૭૫મા પ્રથમ મોચી જ્ઞાતિ પરિષદના વ્યક્તિ હતા. વલ્લભ વિદ્યાનગર ખાતે કેમિકલ સોસાયટી દ્વારા યોજાયેલા વ્યાખ્યાનમાં પણ રમેશભાઈએ પ્રથમ ઇનામ મેળવ્યુ હતુ. સ.પ. મહાવિદ્યાલયમાં ૧૯૬૯માં પોલીમર કેમેસ્ટ્રીમાં ઉચ્ચપદે પહોંચી મોચી જ્ઞાતિના પ્રથમ યુનિવર્સિટી પ્રોફેસર બનવાનું માન મેળવ્યું હતું અને યુનિવર્સિટીમાં બીએસસી એડવાન્સ કોલેજ ફોર સાયન્સમાં હોનહાર વિદ્યાર્થીઓને ત્રણ વર્ષ સુધી મફત ભણાવવાની ઉમદા સેવા કરી હતી.
૧૯૭૫ માં પી.એચ.ડી પ્રાપ્ત કરતા પ્રોફેસર માંકડ એવોર્ડ બર્લિન- જર્મની ખાતે મેક્સ પ્લાન્ટ એવોર્ડ, જર્મન સરકાર સંચાલિત હમ્બોલ્ટ ફાઉન્ડેશન જર્મની તરફથી એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ બળતા ૧૯૭૭માં જર્મની સંશોધન અને ભૌતિક સાયન્સમાં વધુ જ્ઞાન પ્રાપ્ત કરવા વિદેશ ગમન કર્યું.
જર્મન સરકારે તેમને હમ્બોલ્ટ એવોર્ડ આપ્યો હતો આ એવોર્ડ જગતના દેશોની યુનિવર્સિટી પ્રોફેસરોની યાદીમાંથી પસંદ થાય છે અને જોવામાં આવે છે કે એમનું સંશોધનનું માનવ જાતની જરૂરિયાત માટે કેટલું ને કેવું યોગદાન છે. પાછળથી એમણે જર્મનીમાં પ્રોફેસરની નોકરી સ્વીકારી હતી તેઓ દરેક ભૌતિક પદાર્થના કે વસ્તુઓની ડિઝાઇનના અને પ્લાસ્ટિકના મોલીકુલ્સની રચના ગુણધર્મ બનાવવાની પ્રક્રિયામાં ભારે નિષ્ણાત હતા .
સને ૧૯૮૨ માં અમેરિકાથી નિમંત્રણ મળતા તેઓ પ્રોફેસર અને ડાયરેક્ટર ઓફ ઇલેક્ટ્રોન માઈક્રોસ્કોપ ફેસીલીટીની સેવા- પદાર્થ વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ માં સ્વીકારી હતી ૧૯૮૮માં વિશ્વ પ્રખ્યાત ડુપોન્ટ કંપનીના સર્કલવિલ પ્લાન્ટમાં આવેલ રિસર્ચ લેબમાં સેવા શરૂ કરી જ્યાં polyester polyimide ટેફલોન વગેરે બને છે ડુપોન્ટ કંપનીમાં એમણે 39 નવા પ્રોડક્ટ ડિઝાઇન કર્યા હતા તેમાંથી 22 ઉત્પાદનનુ વેપારીકરણ થયું તેમના દવા ઉત્પાદનોની આર્થિક અસર લગભગ 21 ડોલર બિલીયન થઈ હતી ૧૯૯૮ જાન્યુઆરીમાં સર્કલવિલ ઑહીયોમાં પ્લાન્ટ સાઇટ એક્સેલ એવોર્ડ જે અમેરિકાનો સર્વોચ્ચ એવોર્ડ કહેવાય- એનાયત કરવામાં આવ્યો હતો
જીવંત પર્યંત ડુપોન્ટ કંપની યુનિવર્સિટીમાં તથા બીજી સંસ્થાઓમાં થી 24 ઇન્ટરનેશનલ એવોર્ડ સુવર્ણચંદ્રક અને રોકડ ઇનામ પ્રાપ્ત કર્યા હતા તેમના 85 કરતાં વધુ અભ્યાસ પેપર તથા પેટન્ટસ જગતના વિવિધ ઇન્ટરનેશનલ જર્નલમાં પ્રકાશિત થયા છે.
ઇન્ટરનેટ પર એમના ત્રણ બ્લોગમાં પ્રથમ સાયન્સને લગતો, બીજો ગીતો કવિતા હાલરડા અને ત્રીજો નાના બાળકો માટેનો છે ગુગલ પર એમનું નામ ડૉ. રમેશ એમ ગોહિલ અને બ્લોગ લખવાથી એમની બધી માહિતી મળી શકશે.
ડૉ. રમેશભાઈ તેમના પરિવારમાં બે પુત્રો ડૉ. હર્ષ અને ડૉ. રાહુલ કે જે બંને કેલિફોર્નિયામાં મેડિકલ ડૉક્ટર અને સર્જન છે, તેમના ધર્મ પત્ની લીલાબેન- ઉચ્ચ શિક્ષણને મહત્વ આપનારા આર્ય સમાજીસ શ્રી રામજીભાઇ રતનજી પરમાર (મજીગામ)ના સુપુત્રી છે તેમણે બી.એ.ની ડિગ્રીમાં સુવર્ણચંદ્રક મેળવ્યો હતો સરદાર પટેલ યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યા હતા ૧૯૭૬માં જ્ઞાતિ પરિષદે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા બદલ ચંદ્રક એનાયત કર્યા હતા ઊનાઈ લહેરી વાડી ખાતે -શ્રેષ્ઠતા એવોર્ડ- પણ અર્પણ થયો હતો
આમ અનેકવિધ બહુમુખી પ્રતિભા ધરાવનારા ખેરગામ- ગુજરાતનું ગૌરવ સમાન ઉંચી કાઠીના વૈજ્ઞાનિક ડૉ. રમેશભાઈ ગોહીલ હતા સુરત વલસાડ જિલ્લા ક્ષત્રિય મોચી જ્ઞાતિ પરિષદના પ્રમુખ શ્રી અશોકકુમાર નગીનલાલ ચાવડા તરફથી શ્રદ્ધાંજલિ આપતા ઉચ્ચાર્યુ કે ખેરગામે જ્ઞાતિ પરિષદ સમાજ દેશે આવી બહુવિધપ્રતિભા ગુમાવી રંક બન્યા છે.
અંકેશ યાદવ , ખેરગામ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756