કરંજ કેન્દ્ર સહિત ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં પ્રજાસત્તાકદિનની ઉજવણી સંપન્ન

કરંજ કેન્દ્ર સહિત ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં પ્રજાસત્તાકદિનની ઉજવણી સંપન્ન
Spread the love

કરંજ કેન્દ્ર સહિત ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં પ્રજાસત્તાકદિનની ઉજવણી સંપન્ન

પ્રજાસત્તાક દિને “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તાર સ્થિત ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં ધ્વજવંદન સમારોહ યોજવામાં આવ્યો હતો. જે અંતર્ગત દરેક ગામોમાં ગામની સૌથી શિક્ષિત દીકરીઓનાં વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. દરેક સ્થળે દીકરીઓએ એક જ સૂરમાં જણાવ્યું કે માત્ર સરહદ પર નહીં આપણે જ્યાં છીએ ત્યાં પણ રાષ્ટ્રહિતનાં કામો કરતાં રહીએ એ પણ દેશભક્તિ જ છે. આ પ્રસંગે પ્રત્યેક ગામોમાં ઉપસ્થિત નવનિયુક્ત સરપંચો તેમજ ગ્રામ પંચાયતનાં સદસ્યોનું જે તે ગામનાં શાળા પરિવાર દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વિસ્તારનાં તાલુકા પંચાયત સભ્યો તથા ગામનાં સરપંચોએ ગ્રામજનો ઉપરાંત શિક્ષણપ્રેમી ભાઈ-બહેનોને સાતત્યપૂર્વક પોતાનાં ગામની પ્રાથમિક શાળામાં આવીને આપણાં બંને રાષ્ટ્રીય તહેવારોનાં શુભ અવસરે ધ્વજવંદન સમારોહમાં ભાગીદાર બની શાળાની ભૌતિક સુવિધાઓમાં પણ યથાશક્તિ દાન આપે એવી હાર્દિક અપીલ કરી હતી. તેઓએ શાળામાં સમયદાન આપનારા સૌ નિષ્ઠાવાન શિક્ષિક ભાઈ-બહેનોને અભિનંદન પાઠવ્યા હતાં. આ શુભ પ્રસંગે ધ્વજવંદન કરનાર દીકરીઓનું જે તે શાળા પરિવાર તરફથી સ્મૃતિભેટ તથા સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું.
સદર કાર્યક્રમ સાથોસાથ દરેક પ્રાથમિક શાળાઓમાં વાલી સંમેલનનું આયોજન શાળા વ્યવસ્થાપન સમિતિનાં અધ્યક્ષ તથા સભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જે સંદર્ભે દરેક શાળાનાં મુખ્યશિક્ષકોએ ઉપસ્થિત વાલીઓ સાથે શાળાની ભૌતિક તથા શૈક્ષણિક બાબતો વિશે ચર્ચા હાથ ધરી હતી. શાળા કક્ષાએ ચાલતી વિવિધ પ્રવત્તિઓમાં વાલીઓને સહભાગીદારી માટે આહવાન અપાયું હતું.
રાષ્ટ્રભક્તિનાં ઘોડાપૂર વચ્ચે કોવિડ-૧૯ની સંપૂર્ણ ગાઈડ લાઈન મુજબ ઓલપાડ તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં યોજાયેલ અનેકવિધ કાર્યક્રમોને ક્ષેમકુશળ સંપન્ન કરવા બદલ ઓલપાડનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર કિરીટભાઈ પટેલ તથા ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઇ પટેલ અને મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે સૌ બાળકો, શિક્ષકો, વાલીજનો તથા ગ્રામજનોને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!