હિંમતનગર: શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

હિંમતનગર: શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
સાબરકાંઠા જિલ્લામાં શહીદ દિન નિમિત્તે સવારે ૧૧.૦૦ કલાકે જિલ્લામાં બે મિનિટ મૌન
પાળવામાં આવ્યું હતું
સાબરકાંઠામાં કલેક્ટર કચેરી હિંમતનગર ખાતે શહીદ દિન નિમિત્તે મૌન પાળવામાં આવ્યું હતું. ભારત દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે તેવા શહીદ વીરોની સ્મૃતિમાં ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૨, રવિવારના રોજ શહીદ દિનની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી. જેના ઉપલક્ષ્યમાં જિલ્લામાં સવારે ૧૧.૦૦ વાગે સાયરન વગાડી બે મિનિટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા કરવા કામકાજની અને વાહન વ્યવહારની ગતિને બે મિનિટ પૂરતી બંધ રાખી મૌન પાળવામાં આવ્યું હતું. પુરવઠા અધિકારી, જમિન સંપાદન અધિકારી, નાયબ ચીટનિશ અધિકારી સહિત સૌ અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ દ્વારા સવારે ૧૧.૦૦ વાગે બે મિનિટ મૌન પાળી શહીદ વીરોને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.
રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756