પ્રેમીએ પ્રેમિકાને તરછોડી દેતા આપઘાત કર્યો હોવાનું તારણ

પ્રેમીએ પ્રેમિકાને તરછોડી દેતા આપઘાત કર્યો હોવાનું તારણ
અંકલેશ્વરમાં ગત રોજ દાહોદ યુવતીનો આપઘાત પ્રકરણમાં પ્રેમી તરછોડીને જતો રહેતો આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. બે દિવસ પૂર્વે જ દાહોદ થી પ્રેમી જોડે ભાગી યુવતી આવી હતી. સમાજ ના પંચ દ્વારા કરવામાં આવેલ નિર્ણય રૂપિયા આપવાનું નક્કી થયા બાદ પ્રેમીએ યુવતી નોંધારા મૂકી પલાયન થઇ ગયો હતો. અંતે યુવતીએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું હતું. પી.એમ પ્રાથમિક રિપોર્ટ માં આપઘાત ને પુષ્ટિ મળી છે. પોલીસ દ્વારા વિશેરા લઇ વધુ તપાસ શરુ કરી છે.
અંકલેશ્વર ઉમરવાડા રોડ પર ગુજરાત ગેસ કંપની સામે તળાવ પાસે દાહોદ ની અંજુ નામની યુવતી ઝાડ પર લટકી આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. ગત રોજ મોડી સાંજે યુવતી ના પરિવાર જનો અંકલેશ્વર આવી પહોંચતા તેવો અંજુ ની ઓળખ કરી હતી જગલી ઉર્ફે અજુ ઉમાભાઈ અંગારીયા જ હોવાની પરિવાર એ પુષ્ટિ કરી હતી. પ્રાથમિક તપાસ માં યુવતી પ્રેમી જોડે બે દિવસ પૂર્વે દાહોદ થી ભાગી ગઈ હતી. જે બાદ પરિવાર સંપર્ક થતા સમાજ ના પંચ એ યુવક નિયત રકમ યુવતીના પરિવાર ને આપવાનું નક્કી કર્યું હતું જે બાદ અચાનક પ્રેમી યુવક યુવતી અંકલેશ્વર ખાતે ઉમરવાડા રોડ પર તળાવ પાસે પડાવ પર રહેવા આવ્યો હતો અને ત્યાં છોડી ને અચાનક ગુમ થઇ ગયો હતો જે બાદ ગત રોજ યુવતી ઝાડ પર ફંડો બનાવી આપઘાત કરી લીધો હતો.
આ અંગે પોલીસ દ્વારા મૃતદેહ પી.એમ અર્થે ખસેડાયા પી.એમ ના પ્રાથમિક રિપોર્ટ માં આપઘાત ને પુષ્ટિ આપી હતી. યુવતી હત્યા ના થઇ હોવાનું હાલ પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે. ત્યારે પોલીસ દ્વારા પણ આ મુદ્દે ગંભીરતા દાખવવી પેનલ પી.એમ વિશેરા લઇ FSLમાં તપાસ અર્થે મોકલી આપ્યા છે. પ્રેમી યુવાનની શોધખોળ શરૂ કરી હતી.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756