ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના નવનિયુક્ત પ્રેસિડેન્ટ માટે શુભેચ્છા સમારોહ યોજાયો

જાયન્ટસ વેલ્ફેર ફેડરેશન 3B ના કચ્છ ના કાઉન્સિલરો
તથા
કચ્છના તમામ જાયન્ટસ ગ્રુપો દ્વારા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના નવનિયુક્ત પ્રેસિડેન્ટ તેજાભાઈ કાનગડ માટે શુભેચ્છા સમારોહ યોજાયો
જાયન્ટસ વેલફેર ફાઉન્ડેશન જેવી ઈન્ટરનેશનલ સંસ્થા ના કચ્છના એક માત્ર NCF અને જાયન્ટસ રત્ન એવોર્ડ વિજેતા અને સમગ્ર કચ્છ જાયન્ટસ પરિવાર નું ગૌરવ તથા કચ્છ જાયન્ટસ ના વિસ્તાર અને વિકાસમાં હંમેશા નૈતિક અને આર્થિક યોગદાન આપનાર, પોતાની ધંધાકીય સુઝબુઝ, સોહાર્દપુર્ણ સ્વભાવ તેમજ ટીમ સ્પિરિટ થી સૌને સાથે લઈને ચાલવાની કાર્યપ્રણાલી ને કારણે ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ જેવી ગુજરાત ની અગ્રગણ્ય સંસ્થા ના પ્રેસિડેન્ટ તરીકે ની વરણી થતાં સમગ્ર કચ્છ જાયન્ટસ પરિવાર ગૌરવાન્વિત બન્યુ હતુ.શ્રી તેજાભાઈ કાનગડ ઉતરોતર પ્રગતિ ના શિખર સર કરતા રહે એવી હાર્દિક શુભકામનાઓ આપતાની સાથે સમગ્ર ગ્રુપોના હોદ્દેદારો અને પદાધિકારીઓએ હર્ષ ની લાગણી અનુભવી હતી.આ ઉપરાંત જાયન્ટ પરિવારના હરીશ ભાઇ મહેશ્વરી, રામકરનભાઇ તિવારી , સરદ ભાઈ સેટ્ટી, રાકેશ ભાઇ જૈન, શરદ ભાઇ ઠક્કર ને ચેમ્બર ઓફ કોમર્સના કારોબારી સભ્ય તરીકે વરણી થતા ખૂબ ખુબ અભિનંદન આપવામાં આવ્યા હતા.
આ સમારોહ ગાંધીધામ ખાતે ચેમ્બર્સ ના વિશાળ હોલમાં યોજાયો હતો, અને કચ્છ જાયન્ટસના કાઉન્સિલર મિત્રો ઉપરાંત ભુજ ગ્રૂપ તેમજ પુર્વ કચ્છ જાયન્ટસ ના તમામ ગ્રૂપો ના વિશાળ સંખ્યામાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
સન્માન સમારોહ ની શરૂઆતમાં શાબ્દિક સ્વાગત ની સાથે સાથે ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સંસ્થા નો વિસ્તૃત પરિચય શ્રી રામકરણ ભૈયાજી એ આપ્યો હતો.
કચ્છ જાયન્ટસ પરિવાર દ્વારા સન્માન ના પ્રત્યુત્તર માં શ્રી તેજા ભાઈ એ ગાંધીધામ ગ્રૂપ વતી દરેક ગ્રુપો નો હાર્દિક આભાર માન્યો હતો અને જાયન્ટસ પરિવાર ના દરેક ગ્રુપો ને હમેશાં સાથ અને સહકાર આપતા રહેવાની ખાત્રી આપી હતી.
સન્માન કાર્યક્રમ બાદ યુનિટ ડાયરેક્ટર શ્રીમતી માધવી જી એ જાયન્ટસ ફેડરેશન 3-બી યુનિટ 8 ના એવોર્ડસ ની જાહેરાત કરી હતી અને ઉપસ્થિત મહાનુભાવોના વરદ્ હસ્તે યુનિટ લેવલ ના એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા,તદુપરાંત યુનિટ લેવલે જુદા જુદા ગ્રુપો તેમજ હોદ્દેદારો ની કામગીરી ને અનુલક્ષીને સર્ટિફિકેટ પણ જાહેર કર્યા હતા. ફેડરેશન વાઈસ પ્રેસિડેન્ટ શ્રી શાંતિ ભાઈ પટેલ ના હસ્તે વિલ્પા બેન શાહ.. પ્રિતિબા બેન સોઢા, ડોક્ટર સુનિતા દેવરાની, ભારતી માખીજાણી વગેરેને પણ એપ્રિસીએશન એવોર્ડ આપવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ એ અભિનંદન પાઠવી ને આ અવોર્ડ તેમજ સર્ટિફિકેટ એનાયત કર્યા હતા
આ કાર્યક્રમ માં જાયન્ટસ વેલફેર ફાઉન્ડેશન ના સ્પેશ્યલ કમીટી મેમ્બર શ્રી ચંદ્રકાંત મોતા.. ભુજ ગ્રુપ ના પ્રેસિડેન્ટ જયસિંહ ભાઈ પરમાર.. સેક્રેટરી શ્રી પ્રદિપ ભાઈ જોષી.. બેટી બચાવો ઓફિસર શ્રીમતી નિરંજના બેન ભરતવાલા.. શોભના બહેન વ્યાસ.. અસ્મિતા બેન બલદાનીયા, પ્રિયંકાબેન બાગરેચા,ડિંપલ બેન આચાર્ય.. દિપાલી બેન સોની.. પાયલ ડોડાની.. ગીતુ બેન ગણાત્રા.. ઓસ્લો ગ્રૂપ ના આશા બેન.. હિના બેન વ્યાસ..વૈશાલી રાઠોડ.. ભારતીબેન માખીજાની.. મનિષા બેન વોરા.. રીટા બેન બંદુ.. તથા ગાંધીધામ આદિપુર અંજાર વિસ્તાર જાયન્ટસ ગ્રૂપો ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા
ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ના હોલમાં આયોજિત આ કાર્યક્રમ માં ચા પાણી – નાસ્તા સહિત ની સુંદર વ્યવસ્થા ગાંધીધામ ગ્રૂપ ના સેક્રેટરી શ્રી ભૈયાજી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
કાર્યક્રમ નું સંકલન અને સંચાલન ફેડરેશન વાઈસ પ્રેસિડેન્ટ શ્રી શાંતિ ભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ ભારતી માખીજાણી કચ્છ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756