લાખણી: કોરોના માટે જાગરણ કરી સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી

સમગ્ર ભારતમાં જ નહીં પણ આખા વિશ્વમાં કોરોનાની મહામારી વ્યાપી રહી છે અને ઘણી જગ્યાએ લોકો આસ્થા દ્વારા ઈશ્વરને પ્રાર્થના કરી કોરોનાથી બચવા પ્રયત્ન કરતા હોય છે ત્યારે બનાસકાંઠા ના લાખણી તાલુકાના કોટડા ગામ દ્વારા જાગરણ કરવામાં આવ્યો. ઇતિહાસ સાક્ષી છે કે દવા સાથે આસ્થા પણ બીમારીને દૂર કરી શકે છે.ત્યારેજ કોટડાની પાવનધરામા હનુમાનજી ના સાનિધ્યમાં કોટડા ગામ દ્વારા જે પ્રકારે કોરોનાની મહામારી ચાલી રહી છે તે નિમેતે ગામની અંદર સુખ-શાંતિ બની રહે તે હેતુથી રાત્રે જાગરણ અને બિજા દિવસે પ્રસાદ નું વિતરણ કરવામાં આવ્યું હતું. ગામમાં આ જાગરણ લોકોને તથા સમસ્ત માનવ જાતને કોરોનાથી ઉગારવા માટે કરવામાં આવ્યો હતો. ગામમાં સમાજના આગેવાનો દ્વારા હનુમાન ને પ્રસાદ ધારાવ્યો હતો મહારાજ ભમરદાસ સાધુ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું . આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગામ સમાજના યુવાન મિત્રો ઉપસ્થિત રહીને આ ધાર્મિક કાર્ય કરવામાં આવ્યું હતો.સમસ્ત માનવ જાત આ કોરોનાથી ઉગારી જાય એના માટે દેશમાં ઠેર ઠેર યજ્ઞ અને હવન કરવામાં આવતા હોય છે. ત્યારે જ કોટડા ગામ પણ હનુમાનજીનો પ્રસાદ કરી લોકોને બચાવવા માટે ઈશ્વરને પ્રાર્થના કરી હતી.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756