સાબરકાંઠા SOG પોલીસે ઇડર ના શખ્સ ને ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો

સાબરકાંઠા SOG પોલીસે ઇડર ના શખ્સ ને ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો
ગેર કાયદેસરના માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૧ કિલો ૯૩૫ ગ્રામ કિ.રૂ. ૧૯,૩૫૦ ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.
ગાંધીનગર પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર એ
એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી કરવા સુચના કરેલ છે જે અન્વયે સાબરકાંઠા પોલીસ અધિક્ષક નીરજ કુમાર બડગુજર, એ આપેલ સુચના અન્વયે સાબરકાંઠા એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર વાય.જે.રાઠોડ, ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફના પો.સ.ઇ. કે.કે.રાઠોડ, તથા એ.એસ.આઇ. શૈલાબેન
બેન્જામીન તથા એ.એસ.આઇ. સુરેખાબેન નવલસિંહ તથા અ.હે.કોન્સ. કાળુભાઇ દેવાભાઇ તથા અ.હે.કોન્સ.
ભાવેશકુમાર રામજીભાઇ તથા અ.હે.કોન્સ. રાજુભાઇ જયરામભાઇ તથા આ.પો.કોન્સ.ગોવર્ધનભાઇ નારાયણભાઇ
તથા આ.પો.કોન્સ. કિરીટસિંહ રજનીકાંતસિંહ તથા આ.પો.કોન્સ. અપેન્દ્રસિંહ નટવરસિંહ તથા ડ્રા.પો.કોન્સ.
દશરથભાઇ જેઠાભાઇ વિગેરે એસ.ઓ.જી. સ્ટાફના માણસો ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ.ટી.એસ. ચાર્ટર ને
લગતિ કામગીરી અન્વયે સરકારી તથા ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.સ.ઇ કે.કે.રાઠોડ
ને મળેલ ખાનગી બાતમી અન્વયે ઇડર બસ સ્ટેશન આગળ, રોડ ઉપરથી એક ઇસમ નામે મોહમંદ
રફીક ગુલામ રસુલ કુરેશી રહે. જુની સિવિલ હોસ્પિટલની પાછળ, ઇડર જી. સાબરકાંઠાવાળા
પાસેથી વગર પાસ પરમીટનો ગેર કાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૧ કિલો ૯૩૫ ગ્રામ કિ.રૂ. ૧૯,૩૫૦ તથા મોબાઇલ ફોન કિ.રૂ. ૫,૦૦૦ તથા રોકડ રકમ-૧,૧૦૦ મળી કુલ રૂપિયા-૨૫,૪૫૦ નો મુદ્દામાલ
મળી આવતાં તે આરોપી વિરૂધ્ધ ઇડર પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ ખાતે
ધી એન.ડી.પી,એસ.એક્ટ કલમ-૮(સી) ૨૦(બી) ૨૯ મુજબનો ગુનો રજીસ્ટર કરી આગળની કાયૅવાહી એસ.ઓ.જી ધ્વારા હાથ ધરવામાં આવી હતી.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756