હાલોલ ના ગ્રામ્ય વિસ્તારો ની ગ્રામપંચાયતો માં શાંતિ સમતિ ની બેડક યોજવામાં આવી.

ધંધુકામાં બનેલ કિશન ભરવાડ ની હત્યાને લઈ પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકા ની રૂલર પોલીસ દ્વારા હાલોલ ના ગ્રામ્ય વિસ્તારો ની ગ્રામપંચાયતો માં શાંતિ સમતિ ની બેડક યોજવામાં આવી.
પંચમહાલ જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી રહી છે કે, અમદાવાદના ગ્રામ્ય ધંધુકા મુકામે બનેલ હત્યાના બનાવને લઈ કેટલાક અસામાજિક તત્વો દ્વારા જાણી જોઈને જાહેર સુલેહ શાંતિ ડોહળાવવાના ઈરાદાથી અને કોમ વચ્ચે કોમી વેમેનસ્ય ફેલાવવાના ઈરાદાથી વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, ફેસબુક અને સ્નેપચેટ જેવા જુદા જુદા સોસીયલ મીડિયાના માધ્યમથી ભડકાવ અને શાંતિ ભંગ કરતી પોસ્ટ મૂકી જાહેર શાંતિને ડોહળાવવાના પ્રયાસ કરવામાં આવી રહેલ છે જેથી આવી પોસ્ટ માં જણાવેલ હકીકત સાચી માનવી નહીં અને આવી પોસ્ટ અન્યને ફોરવર્ડ કરવી નહીં હાલમાં આ તમામ માધ્યમોનું સાયબરમાં મોનીટરીંગ ચાલી રહેલ હોય આવી પોસ્ટ લખનાર કે ફોરવર્ડ કરનાર વિરૂધ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવશે અને આપણા પંચમહાલ વિસ્તારની શાંતિ પ્રિય જનતામાંથી કોઈ આવી પોસ્ટ ના કારણે જાણે અજાણીયે સોસીયલ મીડિયાના કારણે ગુન્હો કરવામાં ભાગીદાર ના બંને તે માટે આજ રોજ હાલોલ તાલુકા ના રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર તાવીયાડ સાહેબ, પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈ અને તાજપુરા આઉટ પોસ્ટ જમાદાર બાસ્કા, ઉજેતી, ગજપુરા, રમેશરા અને ગ્રામ પંચાયતો નવીન ચૂંટાયેલા સરપંચો, ડે. સરપંચો અને સભ્યો અને ગામના આગેવાનો ને બોલાવી આ અંગે કોઈ અસામાજિક તત્વો ખોટી પોસ્ટ કરીને પંચમહાલ ની શાંતિ ડોહળાવવાના પ્રયત્ન ના કરે તેનું આપ સરપંચશ્રીઓ અને સભ્યો અને આગેવાનો ધ્યાન રાખે અને આવી ખોટી પોસ્ટ કરીને કોઈ વાતવરણ ડોહળાવવાનો પ્રયત્ન કરે તો આપ ચોક્સથી અમારું ધ્યાન દોરજો એવી અપીલ P.I તાયવર્ડ દ્વારા ગ્રામજનો ને સાથ સહકાર આપવા નમ્ર અપીલ કરવામાં કરમાં આવી હતી
રિપોર્ટ : ઈરફાન શેખ (પંચમહાલ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756