રાજુલા સિવિલ હોસ્પિટલને ૫૦ ઓક્સિજન સિલિન્ડરોની ફાળવણી

અલ્ટ્રાટેક સિમેન્ટ, ગુજરાત સિમેન્ટ અને નર્મદા સિમેન્ટ જાફરાબાદ દ્વારા રાજુલા સિવિલ હોસ્પિટલને ૫૦ ઓક્સિજન સિલિન્ડરોની ફાળવણી
અમરેલી, તા. ૩ ફેબ્રુઆરી, અલ્ટ્રાટેક સિમેન્ટ, ગુજરાત સિમેન્ટ અને નર્મદા સિમેન્ટ જાફરાબાદ દ્વારા કોરોના મહામારીની ત્રીજી લહેરને ધ્યાને લઈ ઓક્સિજનની અછતને પહોંચી વળવા રાજુલા જનરલ હોસ્પિટલને ૫૦ ઓક્સિજન સિલિન્ડર આપવામાં આવ્યા હતા.
રાજુલા પ્રાંત અધિકારી શ્રી કે. એસ. ડાભી તેમજ આરએમઓ શ્રી શક્તિ કુમાર ખુમાણએ આ ઔદ્યોગિક સંસ્થાઓઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉમદા કાર્યમાં અલ્ટ્રાટેક સિમેન્ટ નર્મદા સિમેન્ટ વર્કસ જાફરાબાદના અધિકારી શ્રી અભિજીત જૈન, પ્રશાંત મિશ્રા, રાજેન્દ્ર કુશ્વાહા ,રુદ્ર ભટ્ટ તેમજ ગુજરાત સિમેન્ટ વર્કસ -કોવાયાના અધિકારી શ્રી જી.જી રાવ તથા રમાકાન્ત શર્મા ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છે કે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાને લઈને વહીવટી તંત્ર દ્વારા ઓક્સિજનના કિસ્સામાં આત્મનિર્ભર બનવા જિલ્લામાં ઔદ્યોગિક સંસ્થાઓના સહિયોગથી ઓક્સિજન સિલિન્ડરો તેમજ કોન્સન્ટ્રેટરોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય વધુ ૨૫ સિલિન્ડરોનો ઓર્ડર આપવામાં આવ્યો છે જે આવતી ૧૫ ફેબ્રુઆરી સુધીમાં જરૂરિયાત મુજબ હોસ્પિટલને ફાળવવામાં આવશે.
રિપોર્ટ : રસિક વેગડા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ માટે જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756