ડો.નિતિન પેથાણીનું ત્રણ વર્ષની સફળતા બદલ ડાયનેમિક ગૃપ દ્વારા સન્માન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી-રાજકોટના સૌથી સફળ
કુલપતિશ્રી ડો.નિતિન પેથાણીનું ત્રણ વર્ષની સફળતા બદલ ડાયનેમિક ગૃપ દ્વારા સન્માન
રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી-રાજકોટના સૌથી સફળ
કુલપતિશ્રી ડો.નિતિન પેથાણીનું ત્રણ વર્ષની સફળતા બદલ ડાયનેમિક ગૃપ દ્વારા સન્માન
સૌ.યુનિ.ના કુલપતિશ્રી તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન વહીવટી કુશળતાના માઘ્યમથી પ્રામાણિકતાથી યુનિવર્સિટીનો વહીવટ કરીને સૌથી સફળ કુલપતિ સાબિત થયા છે-હરેશ બાવીશી.
સૌથી પહેલા હું એક અઘ્યાશપક છુ…ત્યાર બાદ કુલપતિ…એક અઘ્યાાપક હોવાના નાતે કોરોના જેવી મહામારીમાં પણ મે હંમેશા વિદ્યાર્થીઓના ભવિષ્ય ને કેન્દ્રામાં રાખ્યુ છે-ડો.નિતિન પેથાણી,કુલપતિશ્રી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી-રાજકોટના કુલપતિશ્રી ડો.નિતિન પેથાણી નો કુલપતિશ્રી તરીકેનો કાર્યકાળ તા.૬/૨/૨૦૨૨ ના રોજ પૂર્ણ થાય છે ત્યારે અમરેલીની યુવા પ્રવૃતિ સાથે જોડાયેલ સંસ્થા ડાયનેમિક ગૃપ દ્વારા સંસ્થા ના પ્રમુખ પ્રા.હરેશભાઈ બાવીશી એ કુલપતિશ્રી પેથાણીનું અત્યાર સુધીના સૌથી સફળ કુલપતિશ્રી તરીકે સન્માનિત કર્યા હતા. આ તકે ડો.નિતિન પેથાણીને શ્રીફળ,પડો,પુષ્પાહાર,શાલ તથા સન્માનપત્ર આપીને વહીવટી કુશળતા, પારદર્શકતા,પ્રામાણીકતા તથા ત્રણ વર્ષની સફળતાને બિરદાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સન્માન કરતા ડાયનેમિક ગૃપ-અમરેલીના પ્રમુખ પ્રા.હરેશ બાવીશી એ જણાવ્યુત હતુ કે સૌ.યુનિ.ના કુલપતિશ્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ડો.નિતિન પેથાણીએ પોતાની વહીવટી કુશળતા, પારદર્શકતા તથા પ્રામાણિકતાથી યુનિવર્સિટીમાં સૌથી સફળ કુલપતિશ્રી સાબિત થયા છે તે બદલ અમારી સંસ્થા એ ડો.પેથાણીને સફળ કુલપતિશ્રી તરીકેનો એવોર્ડ આપ્યો છે તો સૌથી સફળ કુલપતિશ્રી તરીકેનો એવોર્ડ સ્વીકારતા સન્માન ના પ્રત્યુતર સ્વરૂપે જણાવ્યું હતું કે સૌથી પહેલા હું એક અઘ્યાપક છુ કુલપતિ બાદમાં છુ.એક અઘ્યાપક હોવાના નાતે કોરોના જેવી મહામારીમાં પણ હમેશા મેં યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થી ઓના વિશાળ હિતને જ ઘ્યાંનમાં રાખીને યુનિવર્સિટીનું સંચાલન કર્યુ છે જે બદલ હું સફળ થયો છું.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756