અંકલેશ્વર હાઇવે પર લાકડા ભરેલી ટ્રક – ટેમ્પો અથડાયાં

અંકલેશ્વર હાઇવે પર લાકડા ભરેલી ટ્રક – ટેમ્પો અથડાયાં
અંકલેશ્વર ના નેશનલ હાઇવે પર મોતાલી પાટિયા પાસે લાકડા ભરેલ ટ્રક અને ટેમ્પો ભટકાયા હતા. લાકડા ભરેલ ટ્રક ના પાછળ ના વ્હીલ છુટા પડી જતા લાકડા હાઇવે પર પડતા ટ્રાફિકજામ સર્જાયો હતો. ચાલકો સામાન્ય ઇજા પહોંચી હતી. માર્ગ વ્યવહાર ને આંશિક અસર પહોંચી હતી.
અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે પર મોતાલી પાટિયા પાસે ના યુ ટર્ન પાસે લાકડા ભરીને પસાર થતી ટ્રક સાથે ટેમ્પો અથડાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત માં ટ્રક ના પાછળ ના વ્હીલ નીકળી જતા ટ્રક માં ભરેલ લાકડાનો જથ્થો હાઇવે પર પડતા ટ્રાફિક જામ ની સમસ્યા સર્જાય હતી આ અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને હાઇવે પરથી ટ્રક ને હટાવી લીધી હતી તેમજ હાઇવે પર પડેલ લાકડાનો જથ્થો હટાવ્યા બાદ ટ્રાફિક ને પુનઃ કાર્યરત કર્યો હતો.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756