નર્મદા જિલ્લામાં 8-9 ફેબ્રુઆરીએ બે દિવસીય કલા મહાકુંભ યોજાશે

નર્મદા જિલ્લામાં 8-9 ફેબ્રુઆરીએ બે દિવસીય કલા મહાકુંભ યોજાશે
રાજ્ય સરકારના કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર ધ્વારા આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, નર્મદા-રાજપીપળા દ્વારા સંચાલિત કલા મહાકુંભ-2021-22નું નર્મદા જિલ્લા દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય, કલા, સાહિત્ય અને સંસ્કૃતિમાં આગવી ઓળખ ધરાવતા અલગ-અલગ વયજુથના કલા પ્રવૃતિઓ અને પસંદગી પામેલ કૃતિઓનું તાલુકા કક્ષાએથી શરૂ કરી જિલ્લા કક્ષાએ, રાજ્યકક્ષા સુધી તંદુરસ્ત સ્પર્ધા યોજવામાં આવે તથા રાજ્યની કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી નર્મદા જિલ્લામાં તાલુકા જિલ્લાકક્ષાનુ કલા મહાકુંભનું આયોજન કરેલ છે.
4 ફેબ્રુઆરી 22ના રોજ યોજવા જઈ રહ્યા છે ત્યારે એક મહિનાથી બંધ સ્કૂલોમાં કોઈ પ્રેક્ટિસ નથી થઇ બાળકો હવે તૈયાર છેકે નહિ આવી અનેક સમશ્યાઓ શાળાઓ સામે છે. તો શું આવી ઉતાવળ કરવાનો શું મતલબ જો 7 મી ફેબ્રુઆરીએ સ્કૂલો ખુલેજ છે તો આગામી 10 મી કે 15 મી ફેબ્રુઆરી રાખે તો શું વાંધો છે. આવી વેઠ ઉતારીને જિલ્લાની સંસ્કુતિ થી માહિતગાર કોણ થશે. કે પછી સરકાર નો માત્ર કાલા મહોત્સવ ની ગ્રાન્ટ વાપરવા પૂરતો જ છે. કલા મહાકુંભ 21-22 નું આયોજન પહેલા 10 જાન્યુઆરી એ રાખવામાં આવ્યું હતું.અને સરકારે 8 જાન્યુઆરી થી સ્કૂલો બંધ કરી હવે તાલુકા વાઇસ આવતી કાલે 4 ફેબ્રુઆરીના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756