૭ થી ૧૩ વર્ષના બાળકો માટે જૂનાગઢ જિલ્લાકક્ષાની બાળપ્રતિભા સ્પર્ધા યોજાશે

૭ થી ૧૩ વર્ષના બાળકો માટે જૂનાગઢ જિલ્લાકક્ષાની બાળપ્રતિભા સ્પર્ધા યોજાશે
વક્તૃત્વ, સર્જનાત્મક કારીગરી, લગ્નગીત, દોહા, છંદ, ભજન, સમૂહગીત સહિતની સ્પર્ધા ભાગ લઇ શકાશે
તા.૧૦ ફેબ્રુઆરી સુધીમાં જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી ખાતે અરજી કરી શકાશે
જૂનાગઢ : રમત-ગમત યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને જૂનાગઢ જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી દ્વારા બાળ પ્રતિભા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વકતૃત્વ, સર્જનાત્મક કારીગરી, લગ્નગીત, લોકવાદ્ય, સંગીત, નિબંધ, એકપાત્રીય અભિયાન, દોહા, છંદ, ચોપાઇ, લોકગીત, લોકવાર્તા, ભજન, લોકનૃત્ય અને સમૂહગીત સહિતની સ્પર્ધા યોજાશે.
જેમાં ૭ થી ૧૩ વર્ષના બાળકો ભાગ લઇ શકશે. આ સ્પર્ધામાં અ વિભાગમાં ૭ થી ૧૦ વર્ષ સુધીના અને બ વિભાગમાં ૧૧ થી ૧૩ વર્ષ સુધીના બાળકો ભાગ લેશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા સ્પર્ધકે તા.૧૦ ફેબ્રુઆરી સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, બહુમાળી ભવન, પહેલા માળે અરજી રૂબરૂ મોકલવાની રહેશે. વધુ માહિતી માટે નંબર ૦૨૮૫-૨૬૩૦૪૯૦ પર સંપર્ક કરી શકાશે તેમ જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756