જૂનાગઢ જિલ્લાના રોજગારવાચ્છુ યુવાનોને રોજગારી મળી રહે તે માટે ઓનલાઇન ભરતી મેળો યોજાશે

જૂનાગઢ જિલ્લાના રોજગારવાચ્છુ યુવાનોને રોજગારી મળી રહે તે માટે ઓનલાઇન ભરતી મેળો યોજાશે
ઉમેદવારોએ પોતાની વિગતો https://forms.gle/zdZAkYfW5xLZ6b1X7 લીંક પર ભરવાની રહેશે
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના તમામ રોજગારવાચ્છુ યુવાનોને રોજગારી મળી રહે તે હેતુથી ફે્બ્રુઆરી-૨૦૨૨માં ઓનલાઇન ભરતી મેળોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી માટે ઉમેદવારોએ પોતાની વિગતો https://forms.gle/zdZAkYfW5xLZ6b1X7 લીંક પર ભરવાની રહેશે.
ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ, નિયામકશ્રી, રોજગાર અને તાલીમ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર સંચાલિત, જિલ્લા રોજગાર કચેરી, જૂનાગઢ દ્વારા જૂનાગઢ જિલ્લાના ઉમેદવારોને જણાવવાનું કે, ચાલુ વર્ષમાં સમગ્ર વિશ્વ સહિત ભારતમાં કોરોના વાયરસની બિમારી ફેલાતા સમગ્ર ભારતમાં સામાજિક અંતર જાળવવાની સૂચના ગુજરાત સરકારશ્રીની હોય તે બાબતે ધ્યાને રાખતા જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા જિલ્લાના તમામ રોજગારવાચ્છુ યુવાનોને રોજગારી મળી રહે તે હેતુથી ફેબ્રુઆરી-૨૦૨૨માં ઓનલાઇન ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઓનલાઇન ભરતી મેળામાં ભાગ લેવા માટે રોજગારી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાની તમામ વિગતો https://forms.gle/zdZAkYfW5xLZ6b1X7 લીંક પર ભરવાની રહેશે તથા આપેલ લીંક પર નોકરીદાતાની વિગતો આપવામાં આવેલ છે અને નોકરીદાતા દ્વારા ડીઝીટલ માધ્યમ/ટેલીફોનીક ઇન્ટરવ્યુ લેવામાં આવશે. વધુ વિગત માટે કોલ સેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરી શકાશે તેમ જૂનાગઢ જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756