દહેજની જીએફએલ કંપનીમાં જમવાના કાર્યક્રમમાં લેબરના બે ગ્રુપ વચ્ચે ધિંગાણું

દહેજની જીએફએલ કંપનીમાં જમવાના કાર્યક્રમમાં લેબરના બે ગ્રુપ વચ્ચે ધિંગાણું
દહેજમાં આવેલી જીએફએલ કંપનીમાં સીએમએસ પ્લાન્ટમાં જમવાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. તે વેળાં પંજાબ અને યુપીના લેબરો બે જૂથમાં વહેચાઇ જતાં જમવા માટે લાઇનમાં ઉભા રહેવા મુદ્દે બન્ને જૂથો વચ્ચે ઝઘડો થતાં તેમણે મટિરીયલ ગેટની સિક્યુરિટી ઓફિસમાં તોડફોડ કરી હતી.
ભરૂચના દહેજ બાયપાસ રોડ પર રંગપ્લેટીનમ બંગ્લોઝ ખાતે રહેતાં અને જીએફએલના સિક્યુરિટી મેનેજર મનોજ રામવીરસિંઘ મલીકે દહેજ મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તઓ ઘરે હતાં તે વેળાં તેમની કંપનીના એન્જિ. હેડના વાઇસ પ્રેસિડન્સ મનીશ નેસારીએ તેમને ફોન કરી ફોન કરી જણાવ્યું હતું કે, સીએમએસ પ્લાન્ટના લેબર વિભાગમાં બે જૂથ વચ્ચે ધિંગાણું થયું છે. જેના પગલે તેેઓ તુરંત સ્થળ પર પહોંચી જોઇ તપાસ કરતાં મટિરીયલ ગેેટના સિક્યુરિટી ઓફિસના કાચ તુટેલી હાલતમાં જણાયાં હતાં. પુછપરછ કરતાં માલુમ પડ્યું હતું કે, સીએમસી પ્લાન્ટમાં જમવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
જ્યાં પંજાબના લેબરો અને યુપીના લેબરોના બે ભાગ પડી જતાં જમવાનું લેવા માટેન લાઇનને લઇને બન્ને જૂથો વચ્ચે ઝડઘો થતાં મામલો ગરમાયો હતો. જેના પગલે શ્યામબાબુ રાજેન્દ્ર, ઇલાકાર શર્માજી તેમજ મહિપાલલ જમનાસિંહ નામના ત્રણ શખ્સોએ તેમના સિક્યુરિટી ઓફિસમાં તોડફોડ કરી હતી.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756