નામ ભૂલ જાયેગા ચેહરા યે બદલ જાયેગા મેરી આવાજ હી પહેચાન હે

નામ ભૂલ જાયેગા ચેહરા યે બદલ જાયેગા મેરી આવાજ હી પહેચાન હે
Spread the love

નામ ભૂલ જાયેગા ચહેરા યે બદલ જાયેગા
મેરી આવાજ હી પહેચાન હે.
તમને ખબર છે લતા મંગેશકરની અટક મંગેશકર કેમ છે? પુના આગળ મંગેશ નામનું ગામ આવેલુ છે. પુનાના નાનકડા મંગેશ ગામમાંથી નીકળેલો એક અવાજ આખા વિશ્વનો અવાજ બની જશે એવું કોઈએ સપનામા પણ વિચારેલું નહિ હોય .1942 માં પિતાના અવસાન પછી બધી જ જવાબદારી લતા પર આવી પડી હતી.બહેન ઉષા આશા અને ભાઈ હૃદયનાથની બધી જવાબદારી લતાએ ઉપાડી લીધી હતી.પછી લતાનો અવાજ માત્ર ભારત જ નહીં આખી દુનિયાનો અવાજ બની ગયો છે.
ગાયક કલાકારોની વાત નીકળે તો પુરૂષ ગાયકોમાં સેંકડો નામ ગણાવી શકાય જેમ કે મોહમ્મદ રફી મુકેશ કિશોરકુમાર તલત મહેમુદ અનવર સુરેશ વાડકર કુમાર સાનુ સોનુ નિગમ સહિત સેંકડો નામ આપણે તરત યાદ આવે પણ મહીલા ગાયકોની વાત કરીએ તો માત્ર અને માત્ર લતાનું જ નામ આવે સુરૈયા શમશાદ બેગમ આશા ભોંસલે કવિતા અલકા સુમન કલ્યાણપુર અનુરાધા સહિત બીજા મહિલા ગાયકોના સૌથી ઉપર લતાનું જ નામ મૂકવું પડે.લગભગ 3 પેઢી સુધીના સગીતપ્રેમીઓ લતાની ગાયકીના દીવાના છે.
મધુબાલા નરગીસથી માંડીને કાજોલ પ્રિયકા સુધીની અભિનેત્રીઓ માટે લતાએ ગીતો ગાયા છે.
લતાએ તમામ સંગીતકારો સાથે કામ કર્યું છે. મદનમોહન લક્ષ્મીકાંત પ્યારેલાલ શકર જયકીશન એ .આર .રહેમાન ઉત્તમસિંઘ જેવા સામેલ છે
લતાનું કદ એટલું ઊંચું છે કે એમના વિશે લખવાનું આપણું ગજું નહિ બોલિવુડમાં બીજી લતા કયારે પણ નહીં આવે..
દેશની આન બાન શાન લતાના જવાથી માત્ર બોલિવૂડ જ નહીં ભારત જ નહીં આખા વિશ્વે એક કોહિનૂર ગુમાવ્યો છે.
આજે મેં કોયલોની શોકસભા જોઈ
આજે તેમને તેમની રાણી ખોઈ.
આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.
પાકના ભૂતપૂર્વ શાસક જનરલ જીયાઉલ હક મજાકમાં કહેતા લતાને હમને આપી દો.
શિવાજી પાર્ક ખાતે અંતિમ દર્શન માટે બેસુમાર ભીડ ઉમટી પડી છે.
લતા જ એવી ગાયિકા છે કે ઘણા બધા ચિત્રો માત્ર તેમના ગીતોથી સુપરહિટ ગયા હોય એના સેંકડો ઉદાહરણથી એક આપું તો ફિરોઝખાન રાજેન્દ્રકુમાર અને સાધનાવાલી આરઝૂમાં તમે લતાનું એક જ ગીત બે દર્દી બાલમાં તુઝકો મેરા મન કાઢી નાંખો તો મોહંમદ રફીના ગીતો સિવાય કંઈ બચે જ નહીં.
લતાના ક્યાં ક્યાં ગીતો યાદ કરવા શોલો કે યુગલ ગીત કે ભજનો કે કેબરે કે ગઝલો કે પાર્ટી સોંગ કે પ્રેમના કે વિરહના તમામ મોરચે લતા એ વન છે.
આપના દિગગજ રફી લતાને બહેન માનતા હતા.નવી ગાયિકા માટે લતા માઈલ સ્ટોન પ્રેરણા સ્ત્રોત હતા.
લતાને દેશના સર્વોચ્ચ સન્માન ગણાતા ભારત રત્ન પદમશ્રી પદમવિભૂષણ અને ફિલ્મી દુનિયા બોલિવુડનો સર્વોચ્ચ ગણાતો દાદા સાહેબ ફાળકે એવોર્ડ પણ મળી ચુક્યો છે.
આપનો કોઈ એક દિવસ પણ એવો નહીં ગયો હોય કે આપણે આપણી વાતમાં ટી વી પર કે પેપરોમાં કે રેડીઓ પર લતાનું એકાદું ગીત સાંભળ્યું ના હોય. લતા લતા હતા એમને બીજા કોઇ વિશેષણની જરૂર જ નથી. માત્ર બે જ અક્ષર એક જ શબ્દ લતા બોલો એટલે આખું બોલિવૂડ આવી જાય એમ કહો તો ચાલે
પંડિત જવાહરલાલની હાજરીમાં ગવાયેલું અમર ગીત ” યે મેરે વતન કે લોગો'”ની યાદગાર પક્તિ અબ હમ તો સફર કરતે હે
ખુશ રહેના કોણ ભૂલી શકશે

રિપોર્ટ : અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!