કડી કસ્બા વિસ્તારમાં પડેલા કચરાના ઢગમાં લાગી ભીષણ આગ,જાનહાની ટળી

કડી કસ્બા વિસ્તારમાં પડેલા કચરાના ઢગમાં લાગી ભીષણ આગ,જાનહાની ટળી
Spread the love

કડી કસ્બા વિસ્તારમાં પડેલા કચરાના ઢગમાં લાગી ભીષણ આગ,જાનહાની ટળી

કડી શહેરમાં મંગળવારે બપોરના સમયે કસ્બા વિસ્તારમાં પડેલા કચરાના ઢગલામાં અચાનક આગ લાગતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

શહેરના કસ્બા વિસ્તારમાં આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસ ની બાજુમાં કેટલાય સમય થી કચરાનો ઢગ પડ્યો છે.લોકોની વારંવાર રજૂઆત છતાં કચરાના ઢગ ની સ્થિતિ જૈસે થે જેવી છે.કચરાના ઢગ થી સ્થાનિક રહેવાસીઓના આરોગ્ય ઉપર ગંભીર અસર જોવા મળી રહી છે.

મંગળવાર બપોરના સમયે કસ્બા વિસ્તારમાં આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસ ની બાજુમાં પડેલા કચરાના ઢગ માં એકાએક અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા અફડાતફડી મચી જતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.મળતી માહિતી અનુસાર આગ ફાટી નીકળતા લોકોમાં કચરાના ઢગ માં આગ ભભુકી ઉઠતા સદનસીબે કોઈ નુકશાની કે જાન હાનિના સમાચાર મળ્યા નથી પરંતુ આગ ભભૂકી ઉઠવા બાબતે સત્તાધીશો સામે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!