ગુજરાત બ્રહ્મ સમાજ ટૂંક સમયમાં લગ્ન અને રોજગાર વિષયક એપ્લિકેશન લોન્ચ કરશે

ગુજરાત બ્રહ્મ સમાજ ટૂંક સમયમાં લગ્ન અને રોજગાર વિષયક એપ્લિકેશન લોન્ચ કરશે
Spread the love
ગુજરાત બ્રહ્મ સમાજ ટૂંક સમયમાં લગ્ન અને રોજગાર વિષયક એપ્લિકેશન લોન્ચ કરશે
— સમાજે UPSC અને GPSC ની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે 500 વિદ્યાર્થીઓને કોચિંગ આપીને તૈયાર કર્યા છે: પિનાકીન રાવલ
ગાંધીનગર —  શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ તરફથી યુવાન અને યુવતિઓના લગ્ન માટે અને યુવાનોને રોજગાર માટે ટૂંકસમયમાં એપ્લિકેશન લોંચ કરવામાં આવશે. આ જાહેરાત નવનિયુક્ત કારોબારીની પ્રથમ બેઠકમાં પ્રમુખ પિનાકીન રાવલે કરી છે. તેમણે કહ્યું હતું કે બ્રહ્મ સમાજે યુપીએસસી અને જીપીએસની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે 500 જેટલા વિદ્યાર્થીઓને કોચિંગ આપીને તૈયાર કર્યા છે.
સમાજની 23મી જાન્યુઆરી 2022માં બ્રહ્મ ભવન, ગાંધીનગરમાં મળેલી સાધારણ સભામાં નવી કારોબારીની રચના કરવામાં આવ્યા પછી સંપૂર્ણ કારોબારીની પ્રથમ બેઠક ગિફ્ટ સિટી પાસે આવેલા એક ફાર્મહાઉસમાં મળી હતી. આ બેઠકમાં મહામંત્રી અનિલ શુક્લએ ગુજરાતના પ્રત્યેક જિલ્લા અને તાલુકાઓને સંગઠીત કરવા માટે આહવાન કર્યું હતું અને જિલ્લાઓની કામગીરી સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ મહિલા પાંખના પ્રમુખ ધારિણીબેન શુક્લા દ્વારા મહિલાઓને સંગઠીત બનવાની હાકલ કરવામાં આવી હતી.
આ બેઠકમાં પ્રમુખ પિનાકીન રાવલે ઉદ્દબોધનમાં કહ્યું હતું કે કારોબારીની રચના વખતે જે કાર્યો કરવાનું વચન આપવામાં આવ્યું હતું તેનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. સમાજનું સૌ પ્રથમ કાર્યાલય અમદાવાદમાં શરૂ કરવામાં આવ્યું છે. પ્રમુખે કહ્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેની જે નેમ સમાજે ઉપાડી છે તે પુરી થઇ રહી છે. અમદાવાદમાં 400 જેટલા વિદ્યાર્થીઓ યુપીએસસી અને જીપીએસસીની તાલીમ લઇ રહ્યાં છે. તેમને રહેવા અને જમવાની વ્યવસ્થા પણ સમાજ દ્વારા આપવામાં આવે છે.
ગાંધીનગર અને અમદાવાદની સાથે દક્ષિણ ગુજરાતને લાભ મળે તે માટે સુરતમાં પણ એક એજ્યુકેશન એકેડેમીની સ્થાપના તાત્કાલિક ધોરણે કરવાની જાહેરાત કરતાં પ્રમુખે કહ્યું હતું કે આજે બ્રાહ્મણ દિકરી અને દિકરાને રોજગારીનો પ્રશ્ન નડે છે તેથી સમાજના બેનર નીચે એક વ્યવસાયિક અને રોજગારલક્ષી પોર્ટલ અને એપ્લિકેશન શરૂ કરવામાં આવી રહી છે. સમાજના યુવાન અને યુવતિઓને નોકરી શોધવા જવું નહીં પડે, નોકરી તેમને સામેથી મળશે.
પ્રમુખ પિનાકીન રાવલે બીજી એવી જાહેરાત કરી હતી કે બ્રાહ્મણ યુવક અને યુવતિઓને સૌથી મોટો પ્રશ્ન જીવનસાથીનો સતાવે છે. દિકરા અને દિકરીને સાથો જીવનસાથી મળે તે માટે સમાજે સૌ પ્રથમ રાજ્યકક્ષાના લગ્ન બ્યુરોનું પોર્ટલ અને એપ્લિકેશન બનાવવામાં આવી રહી છે જેનું લોન્ચિંગ ટૂંકસમયમાં કરવામાં આવશે.
આ ઉપરાંત આઇટીના માધ્યમથી એક વેબપોર્ટલ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે જેમાં સમાજને લગતી તમામ પ્રકારની સામાજીક અને લોકપયોગી પ્રવૃત્તિઓનું સંકલન કરવામાં આવશે જે સમાજના પ્રત્યેક વ્યક્તિને મદદરૂપ થશે. આ વેબ પોર્ટલ માત્ર ગુજરાત પુરતું નહીં પણ ભારત અને વિશ્વના તમામ દેશો કે જ્યાં બ્રાહ્મણ પરિવારો વસે છે તેમના માટે એક મોટું હથિયાર બનશે.  આ પોર્ટલમાં જ રોજગારીલક્ષી અને લગ્ન વિષયક એપ્લિકેશનને સ્થાન આપવામાં આવ્યું છે.
પ્રમુખે જણાવ્યું હતું કે હાલમાં ગુજરાત લેવલે કલ્ચરલ એકેડેમીની સ્થાપના કરવામાં આવી છે. તે જ પ્રમાણે પ્રત્યેક યુવક અને યુવતીઓ કે બાળકો જેમને કલા અને સંસ્કૃતિમાં રસ છે તેઓ માટે એકેડેમીનું તાત્કાલિક લોન્ચિંગ કરવામાં આવશે. તેમણે આશા રાખી છે કે સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના બેનર હેઠળ વિશ્વના તમામ બ્રાહ્મણો એક થઇને એક છત્ર નીચે આવી જશે તો દુનિયાની કોઇ તાકાત નથી કે બ્રાહ્મણોને અવગણી શકે. આવનારા દિવસોમાં બ્રાહ્મણ સંગઠન વેતવંતુ બનશે અને સમગ્ર દેશમાં ઉદાહરણ પુરૂં પાડશે.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!