પુલવામાં સહિદ થયેલા વીર જવાનો ને શ્રદ્ધાંજલી અપાઇ

પુલવામાં સહિદ થયેલા વીર જવાનો ને શ્રદ્ધાંજલી અપાઇ.
પુલવામાં શહીદ થયેલા જવાનો ને યાદ કરતા આંખો થઈ નમ
કાશ્મીરના પુલવામાં થયેલા આતંકી હુમલાને આજે ત્રણ વર્ષ પુરા થયા ત્રણ વર્ષ પહેલાં ૧૪ ફેબ્રુઆરીએ જમ્મુ અને કાશ્મીરના પુલવામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો થયો હતો. એ આતંકી હમલા માં ભારતીય સૈનિકોના ૪૦ જેટલા જવાન શહીદ થયા હતા આજે CRPF સૈનિકોના બલિદાનના યાદ કરીને ખેરગામ તાલુકામાં આવેલ દશેરા ટેકરી, મહાત્મા ગાંધી સર્કલ ખાતે પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 44 વીર જવાનોની તૃતીય પુણ્યતિથિ નિમિતે પેરામિલિટરી ફોર્સના નિવૃત જવાનો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.જેમાં
આ પ્રસંગે ચિંતુંબાનો છાંયડો હોસ્પિટલ ખેરગામના સંચાલક ડૉ.નિરવ ભાઈ, ડૉ. દિવ્યાંગીબેન, નવસારી જિલ્લા પ્રમુખશ્રી ભીખુભાઇ, ધરમપુરના યુવા આગેવાન કલ્પેશભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ, ભાજપ અગ્રણી પ્રશાંત ભાઈ પટેલ , આદિવાસી સમાજ ના કલ્પેશ પટેલ , આશિષભાઇ, પત્રકાર આશીફભાઈ, દિપકભાઈ, આર્મી મુકેશભાઈ, જયેશભાઇ, યુવાપ્રમુખ ચેતનભાઈ, રાકેશભાઈ, અઝીઝભાઈ, સાજીદભાઇ, સરપંચ રાજેશભાઈ, પ્રશાંતભાઈ, કાર્તિક, અમારો છાંયડો પરિવાર તથા ઘેજ ગામના રાકેશભાઈ, વાડ ગામ પ્રિન્ટેશ ભાઈ અને સરપંચસશ્રીઓ તાલુકા સભ્યો, યુવાનો, બહેનો અને વડીલો મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા.
ડૉ.નિરવભાઈ પટેલ નું કહેવું હતું કે હું માનું છું કે જ્યાં સુધી હુમલો કરનારા ચોર,લુટારાઓને ફાંસીની સજા થાઈ ત્યારે જ જવાનો અને એમના પરિવારનેને સાચી શ્રદ્ધાંજલિ આપી કહેવાશે. આ ઉપરાંત આજના Valentine dayને ઉજવવાવાળું યુવાધન આ શહીદોને પણ યાદ કરે એવી અંતરમનની અભ્યર્થના છે.
રિપોર્ટ : અંકેશ યાદવ
ખેરગામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756