રાજકોટ : આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોને પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ દ્વારા શિલ્ડ આપી સન્માનિત કરાયા.

રાજકોટ માં જન્મજાત હૃદયરોગ ધરાવતા ૫ બાળકોને સારવારની ઉત્કૃષ્ટ કામગીરી બદલ જંકશન પ્લોટ આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોને પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ દ્વારા શિલ્ડ આપી સન્માનિત કરાયા.
રાજકોટ માં મહાનગરપાલિકા સંચાલિત જંકશન પ્લોટ આરોગ્ય કેન્દ્રના SH-RBSK (શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ) અંતર્ગત સેવા આપતા ડો.વિરેન્દ્રસિંહ જાડેજા અને ડૉ.રીધ્ધી વિઠલાણીએ બાળકોના જન્મજાત હૃદયરોગના નિદાન, રેફરલ તથા સારવારની ઉત્કૃષ્ટ કામગીરી કરતા પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ દ્વારા શિલ્ડ આપી તેઓ બંનેને સન્માનિત કરાવામાં આવ્યા હતાં. આ ઉપરાંત મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ પણ બંને ડોક્ટરોને અભિનંદન પાઠવી તેઓની સેવાને બિરદાવી હતી. રાજકોટ શહેર મહાનગરપાલિકાના જંકશન પ્લોટ આરોગ્ય કેન્દ્ર ખાતે SH-RBSK અંતર્ગત કામ કરતા ડૉ.વિરેન્દ્રસિંહ જાડેજા અને ડૉ.રીધ્ધી વિઠલાણી દ્વારા ગતવર્ષમાં જન્મજાત હૃદયરોગ ધરાવતા કુલ-૧૧ બાળકો શોધવામાં આવેલ. આ પૈકી ૫ બાળકોને હૃદયની ગંભીર તકલીફ જણાતા તેમના વાલીઓ સાથે ઘરે જઈને મુલાકાત કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ, તેમના મનમાં રહેલા ઓપરેશન અંગેનો ડર દુર કરી ૫ બાળકોનું સફતાપૂર્વક યુ.એન.મહેતા હોસ્પીરલ ખાતે વિનામુલ્યે ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ નિયમિત રીતે તમામ બાળકોનું રસીકરણ થાય, યોગ્ય ખોરાક અપાય તથા વિકાસલક્ષી વિલંબ ન થાય તે માટે બંને ડોક્ટરો દ્વારા સંબંધિત પરિવારોના વડીલોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બંને ડોક્ટર્સની આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ સિવિલ હોસ્પિટલ દ્વારા શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. બાળકોને પ્રાથમિક તબક્કાથી જ સારવાર આપવામાં આવે તો ગંભીર બીમારીઓ સામે સુરક્ષિત થઇ શકે, જેનું આ ઉમદા ઉદાહરણ કહી શકાય. કેન્દ્ર સરકારશ્રી, રાજ્ય સરકારશ્રી અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય ક્ષેત્રે ઘણીબધી સેવાઓ વિનામુલ્યે આપવામાં આવી રહી છે. લોકોએ જાગૃત થઇ સેવાઓનો લાભ લેવો જોઈએ અને બાળકોને ગંભીર રોગોથી સુરક્ષિત કરવા જોઈએ. માતા-પિતા જાગૃત થશે ત્યારે જ બાળકોની પ્રાથમિક તપાસ થશે અને વહેલી તકે સારવાર પ્રાપ્ત થશે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર ખાતે વિવિધ સેવાઓ આપવામાં આવી રહી છે. શહેરીજનોને અનુરોધ કરવામાં આવે છે કે મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતી રોગ નિદાન અને સારવારની સેવાઓનો લાભ મેળવો અને પ્રાથમિક તબક્કેથી જ ગંભીર રોગો સામે પોતાને અને પોતાના પરિવારને સુરક્ષિત કરો.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756