” ધર્મ થી મોટી માનવતા છે “

પંચમહાલ જિલ્લાના હાલોલ નગરમાં તા.15/02/2022 ને મંગળવાર ના રોજ એક હિન્દૂ પરિવાર ના યુવાન નો મૃત્યુ થતાં મુસ્લિમ યુવાનો એ હિન્દૂ રિતિરિવાજ મુજબ અંતિમ સંસ્કાર કરતાં વેળા હિન્દૂ મુસ્લિમ એકતા નો ઉધારણ જોવા મળિયો હતો.
જાણવા મળતી માહિતી મુજબ હાલોલ નગરના101કોલોનીના કબીરપાર્ક મુસ્લિમ વસ્તી ધરાવે છે અને અહીં મુસ્લિમ વસ્તી માં એક હિન્દૂ પરિવાર છેલ્લા 15 વર્ષ થી ભાડુઆત તરીકે રહે છે અને દાસ રાજુભાઈ છૂટક મજૂરી જેવી કે ભંગાર ના ડેલા ઉપર જઈ ગાડીઓ લોડિંગ કરતાં હતાં અને આજ રોજ ગાડી લોડિંગ કરીને ઘરે પરત આવતા અચાનક હાર્ડ અટેક આવતા તેવોનું મૃત્યુ થયુ હતું અને પરિવારમાં જેવો આભ ફાટીયો હતો. તેના પરિવામાં એકલા રાજુભાઈ જ કમાવા વાળા હતાં અને તેવોના કોઈ રિસ્તેદાર સગા સંબંધી પણ નથી અને તેવો ની પત્ની એક 13 વર્ષની દીકરી અને 10 વર્ષનો બાબો છે એવા અહીં રહેતા મુસ્લિમ પરિવાર નો યુવાનો તેવોની મદદ માટે આગળ આવ્યા હતાં સ્વ ખર્ચે ઉઠાવી તેવોનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.અને આ મુસ્લિમ યુવાનો એ તેવોના પરિવાર માં કોઈ પણ પગભર કમાવા વાળો નથી તેમ જોતા. સલીમભાઈ મહંમદયાસીન શેખ, ગુલામભાઈ (ઉર્ફે ગુલુભાઈ ), જમલભાઈ કાઝી ગુલામભાઈ કાઝી, બિલભાઈ કરિયાણા વાળા અને સાગરભાઈ પાવાગડીયાઓ આગળ આવી આ પરિવાર રાજુભાઈ નો હિન્દૂ રિતિરીવાઝ મુજબ યુવાન નો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.
વધુમાં મુસ્લિમ યુવાનોએ મસ્લિમ વસ્તી માં લોક ફાળો ઉઘરાવી તે પરિવારને મદદ રૂપ થવાનો આશ્વાસન આપિયો હતો. અને ધાર્મિક સંસ્થાઓ અને દાનવીરો આ પરીવાર ની મદદ માટે આગળ આવે તેવી મુસ્લિમ યુવાનોએ અપીલ કરવામાં આવી છે.
હિન્દૂ – મુસ્લિમ એકતા જોતા મુસ્લિમ યુવાનોની પ્રશંશા થઈ રહી છે
રિપોર્ટ : ઈરફાન શેખ ( પંચમહાલ )
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756