સુરત સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી નું અભિનંદનોત્સવ સમારોહ માં ભવ્ય સન્માન

સુરત સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી નું અભિનંદનોત્સવ સમારોહ માં ભવ્ય સન્માન
Spread the love

સુરત નાગરિક અભિવાદન સમિતિ દ્વારા હેપીનેસ બેંકવેટ હોલ ખાતે સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી નું અભિનંદનોત્સવ સમારોહ માં ભવ્ય સન્માન

સુરત દેશની અગ્રણી સહકારી સંસ્થા ઈફકોના ચેરમેન પદે નવનિયુક્ત દિલીપભાઈ સંઘાણીનું વિવિધ સંસ્થા અને ઔદ્યોગિક સંગઠનો દ્વારા થયેલું સન્માન
દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઈફકો (ઈન્ડિયન ફારમર્સ ફર્ટિલાઈઝર કો ઓપ લિમિટેડ) ના ચેરમેન તરીકે અગ્રણી દિલીપભાઈ સંઘાણીની બિનહરીફ નિમણુંક થતા નાગરિક અભિવાદન સમિતિ દ્વારા સુરત ખાતે તા.૧૯/૨/૨૨ ને શનિવાર ના રોજ “અભિનંદનોત્સવ” માં સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત શહેરની વિવિધ સેવાકીય સંસ્થાઓ, ઔધોગિક સંસ્થાઓ, સામાજીક સંસ્થાઓ, શહેરના અગ્રણી ઉધોગપતિઓ, સમાજ શ્રેષ્ઠીઓ,અગ્રણીઓ અને આગેવાનો દ્વારા સહકારી શિરોમણી શ્રી દિલીપભાઈ સંઘાણી નું સન્માન થયું હતું.કોઈ ગુજરાતી દેશની સૌથી મોટી આ સંસ્થામાં પ્રમુખપદનું સ્થાન મેળવ્યું હોય એવી પ્રથમ વખત આ ઘટના છે, આ ઘટના ની નોંધ લઈ નાગરિક અભિવાદન સમિતિ સુરત દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ઉદ્દઘાટકશ્રી પદ્યશ્રી સવજીભાઈ ધોળકિયા ની ઉપસ્થિતમાં ઈફકો (ઈન્ડિયન ફારમર્સ ફર્ટિલાઈઝર કો ઓપ લિમિટેડ) ના ચેરમેન દિલીપભાઈ સંધાણીનું સન્માન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમ હેપીનેસ બેંકવેટ હોલ, કેનાલ રોડ સુરત ખાતે યોજાયો હતો.જેમાં રાષ્ટ્રીય શ્રેષ્ટ નાગરિક પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્યુટ્યુટ ઓફ ટેકનોલોજી (V.S.N.I.T) બોર્ડ ઓફ ગર્વનર ના સદસ્ય મનહરભાઈ ચાંસપરા ગણપતભાઈ ધામેલીયા મનીષભાઈ કાપડિયા પરેશભાઈ લાઠીયા ભદ્રશભાઈ સુતરિયા નરેશભાઈ સવાણી મિતુલભાઈ આંબલિયા આશિષભાઈ સોજીત્રા વિજયભાઈ ગેલાણી મહેશભાઈ કાબરીયા ના સહિત ના ઓ દ્વારા સહકાર શિરોમણી નું ભવ્ય સન્માન કરાયું હતું

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

FB_IMG_1645380994524.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!