હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે વલ્ડૅ બર્થ ડિફેક્ટ ડેની ઉજવણી કરાઇ

હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે વલ્ડૅ બર્થ ડિફેક્ટ ડેની ઉજવણી કરાઇ
શાળા આરોગ્ય કાર્યક્રમ થકી ૧૩૦ જેટલા જન્મજાત બાળકોને વિનામુલ્યે સારવાર અપાઇ
સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાની અધ્યક્ષતા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેન શાહની ઉપસ્થિતિમાં વિશ્વ જન્મજાત ખામી દિવસ અને વિશ્વ શ્રવણ દિવસની ઉજવાણી કરવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લા પંચાયત,આરોગ્ય શાખા દ્વારા આયોજીત વિશ્વ જન્મજાત ખામી દિવસ અને વિશ્વ શ્રવણ દિવસની ઉજવણી મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં કરવામાં આવી જેમાં વર્ષ દરમિયાન હાથ ધરાયેલા શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ ૦ થી ૧૮ વર્ષના બાળકો જે જન્મજાત ખામી ધરવતા હોય તેવા બાળકોને શોધીને તેમની ખામીનું “4D” પ્રમાણે (ડિફેક્ટ એટ બર્થ, ડેફીસીયન્સી, ડીસીઝ અને ડેવેલોપમેન્ટલ ડીલે) સ્ક્રીનીગ-તપાસ કરીને વિનામૂલ્યે સારવાર હાથ ધરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં કલેક્ટર શ્રી હિતેષ કોયાએ જણાવ્યું હતુ કે શાળા આરોગ્ય કાર્યક્રમ થકી જિલ્લામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK)ની ટીમો દિલ દઇને છેવાડા વિસ્તારના જન્મજાત ખામીવાળા બાળકોને શોધીને તેમની ખામીનું નિવારણ કરવાની સરાહનીય કામગીરી કરે છે. સરકારના વિવિધ આરોગ્ય લક્ષી કાર્યક્રમોમાં જિલ્લાની RBSK ટીમ વિવિધ રીતે મદદરૂપ થાય છે.
સાબરકાંઠા જિલ્લામાં જન્મજાત ખોડખાંપણ સાથે જન્મેલ બાળકોને “ શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ“ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ , ક્લેફ્ટ લીપ અને પેલેટ ,ક્લબફુટ ,જન્મજાત બધિરતા ,જન્મજાત હ્રદયરોગની ખામીવાળા બાળકો સારવાર લઇ સ્વસ્થ્ય થયેલા તેવા બાળકોના વાલીઓએ પોતાના અભિપ્રાય રજૂ કર્યા હતા.
વર્ષ ૨૦૨૧- ૨૨ દરમ્યાન બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લાની આર.બી.એસ.કે.ટીમોના આયુષ તબીબ , ફાર્માસિસ્ટ તેમજ એ.એન.એમ. તેમજ જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજના સર્જનશ્રીશ્રીઓ તેમજ ખાનગી હોસ્પિટલના કાન નાક ગળાના સર્જનશ્રીને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત હિંમતનગર, પોશીના અને ઇડરની આર.બી.એસ.કે. ટીમને બેસ્ટ ટીમ તરીકે વિષેશ સન્માનિત કરાઇ હતી.
આ કાર્યક્રમમાં જિલ્લાના જન્મજાત ખામી ધરાવતા ૧૦ નાના બાળકોને કિટ વિતરણ કરાયું હતું ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠામાં વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ૧૩૦ જેટલા જન્મજાત બાળકોને વિનામુલ્યે સારવાર આપીને તેમની ખામીનું નિવારણ કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેન શાહ, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી રાજેશ પટેલ, બાળરોગ નિષ્ણાતશ્રી ડો. વી.એ.ગોપલાણી , ઇ.એન.ટી. સર્જનશ્રી ડો. મહેશ સુથાર, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.કે.એસ.ચારણ, જિલ્લા આર.સી.એચ.અધિકારીશ્રી ડો. જયેશ પરમાર, જિલ્લાના પ્રોગ્રામ ઓફિસરશ્રી તેમજ જિલ્લાની આર.બી.એસ.કે. ટીમોના આયુષ તબીબશ્રીઓ ટીમના સભ્યો સહિત “શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ “ અંતર્ગત સારવાર મેળવેલ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા.
રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756