અનુબંધમ્ જોબ પોર્ટલ પરથી ઉમેદવારોને રોજગારીની તકો મળી શકશે

અનુબંધમ્ જોબ પોર્ટલ પરથી ઉમેદવારોને રોજગારીની તકો મળી શકશે
https://anubandham.gujarat.gov.in/account/singup ઉપર રજીસ્ટ્રેશન કરાવી શકાશે
જૂનાગઢ : શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા તાજેતરમાં અનુબંધમ્ જોબ પોર્ટલ લોન્ચ કરેલ છે. આ પોર્ટલના માધ્યમથી રોજગાર ઇચ્છુક ઉમેદવારો તથા નોકરીદાતાઓને જોડાવા માટે ઓનલાઇન પ્લેટફોર્મ મળશે. ઉપરોક્ત પોર્ટલ દ્વારા ઉમેદવારોને રોજગારીની તકો મળી શકશે તથા નોકરીદાતાઓને કુશળ માનવબળ મેળવવામાં મદદ મળી શકશે. આથી ઉપરોક્ત પોર્ટલ પર રોજગાર ઇચ્છુક ઉમેદવારો/નોકરીદાતાઓને રજીસ્ટ્રેશન કરવા જણાવવામાં આવે છે. અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/singup પર રજીસ્ટ્રેશન કરાવી શકાશે. વધુ માહિતી માટે રોજગાર સેતુ કોલ સેન્ટર નં.૬૩૫૭૩૯૦૩૯૦ ઉપર સંપર્ક સાધવા જૂનાગઢ રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયુ છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756