ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત છઠ્ઠા દિવસે કમોસમી માવઠું

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત છઠ્ઠા દિવસે કમોસમી માવઠું
Spread the love

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત છઠ્ઠા દિવસે કમોસમી માવઠું..

ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા સહીતનાં ગામડાઓમાં સતત પાંચમા દિવસે કમોસમી વરસાદ પડતા સમગ્ર વિસ્તારનું વાતાવરણ ચોમાસામય બની જવા પામ્યુ હતુ…. પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં છેલ્લા પાંચેક દિવસથી કમોસમી માવઠાએ કહેર વર્તાવતા ડાંગી જનજીવન અસ્તવ્યસ્ત બની જવા પામ્યુ છે.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત છઠ્ઠા દિવસથી ઋતુચક્રનું મૌસમ મિજાજ બગાડી રહ્યુ છે.ડાંગ જિલ્લામાં સતત પડી રહેલા કમોસમી માવઠાનાં પગલે ડાંગી ખેડૂતોનાં શાકભાજી,ફળફળાદી સહિત કઠોળ જેવા પાકોને જંગી નુકસાન થયુ છે.સાથે સમગ્ર જિલ્લાનું વાતાવરણ ચોમસામય બની જવા પામ્યુ છે.ડાંગ જિલ્લામાં કમોસમી માવઠાનાં પગલે આંબાનાં આમ્ર મંજરીને વ્યાપક નુકસાન થયુ છે.બે દિવસ પૂર્વે ડાંગ જિલ્લાનાં પૂર્વ પટ્ટી પંથકમાં બરફનાં કરા પડતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.આજરોજ બપોરબાદ વહીવટી મથક આહવા સહિતનાં પંથકમાં વીજળીનાં કડાકા ભડાકામાં થોડા સમય માટે કમોસમી વરસાદ તૂટી પડતા જાહેર માર્ગો પર પાણી પાણીનાં દ્રશ્યો રેલાયા હતા.ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા ખાતે 13મી માર્ચે ડાંગ દરબાર યોજાનાર હોય જેથી રંગ ઉપવન ખાતે મંડપ સહિત ડોમ ની તડામાર તૈયારી ચાલી રહી છે.સાથે નાના મોટા ધંધાર્થીઓ પણ ધંધાનાં અર્થે ડાંગ દરબારનાં મેળા માટે શેડ બનાવી રહ્યા છે.આજરોજ વરસાદી માહોલે ડાંગ દરબારનાં મંડપ સહિત ધંધાર્થીઓનાં શેડને પાણીથી તરબોળ કરી દેતા સૌને માથે હાથ દેવાનો વારો આવ્યો છે.આજરોજ આહવા ખાતે પવનનાં સુસવાટા અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા ડાંગ દરબારનાં મંડપ અને ડોમની કામગીરીનાં રંગમાં ભંગ પડ્યો હતો.ડાંગ દરબારનો મંડપ અને ડોમનો મુખ્ય સ્ટેજ પાણીમાં પલળી જતા મંડપનાં સંચાલકોમાં પ્લાસ્ટિક ઢાંકવા માટે દોડધામ મચી જવા પામી હતી.જેમાં ડાંગ દરબાર માટે શણગારેલ મુખ્ય ગેટનો થાંભલો પણ તૂટી પડતા નુકસાન થયુ હતુ.

રિપોર્ટ. સંજય ગવળી. ડાંગ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!