૧૭ માર્ચે યોજાનાર રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા અનુંબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા જોગ

૧૭ માર્ચે યોજાનાર રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા અનુંબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા જોગ
અમરેલી : અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકો માટે તા. ૧૭/૦૩/૨૦૨૨ ના રોજ ૨૦ થી ૩૦ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાને અનુરૂપ ધોરણ-૧૨ પાસ તેમજ આઈ.ટી.આઈ બધા જ ટ્રેડની લાયકાત ધરાવનાર પુરુષ ઉમેદવારો માટે એડીએસ સ્કીલ ફાઉન્ડેશન અમદાવાદ ખાતેના એકમ માટે સીએનસી ઓપરેટર માટેની જગ્યા માટે અનુબંધમ પોર્ટલના ડિજીટલ માધ્યમથી ઈ-ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુંબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. આ ઈ-ભરતીમેળામાં ભાગ લેવા અમરેલી જિલ્લાના રોજગાર ઇચ્છુકોએ કચેરીના ટે.નં. ૦૨૭૯૨ ૨૨૩૩૯૪ સેવ કરી વોટ્સએપ એપ્લિકેશન મારફત પોતાના નંબર પરથી પોતાનું નામ લખી મેસેજ કરશે એટલે તુરંત તેમના નંબર પર ભરતીમેળામાં ભાગ લેવા માટેની લિંક: https://forms.gle/usuRijQStuBwyGPW9 મેસેજ થી મળશે જેમા વિગત ભરી તા.૧૫/૦૩/૨૦૨૨ સાંજના ૦૫:૦૦ કલાક સુધીમાં નોંધણી કરાવવી આવશ્યક છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલીના કોલસેન્ટર નં.: ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
રિપોર્ટ : રસિક વેગડા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756