ફેન્સીગ સિનિયર નેશનલમા ગુજરાતના ૧૨ ભાઇઓ અને ૧૨ બહેનો ભાગ લેશે

ફેન્સીગ સિનિયર નેશનલમા ગુજરાતના ૧૨ ભાઇઓ અને ૧૨ બહેનો ભાગ લેશે
Spread the love

ફેન્સીગ સિનિયર નેશનલમા ગુજરાતના ૧૨ ભાઇઓ અને ૧૨ બહેનો ભાગ લેશે.

ફેન્સીગ એસોસીએશન ઓફ ઇન્ડીયાના ઉપક્રમે પંજાબ ફેન્સીગ એસોસીએશન આયોજીત ૩૨મી સિનિયર નેશનલ ફેન્સીગ સ્પર્ધામા ભાગ લેવા ગુજરાત માથી ૧૨ ભાઇઓ, ૧૨ બહેનો અને ૪ ટીમ ઓફિશ્યલ તથા ૩ ટેકનીકલ ઓફિશ્યલ મળી કુલ ૩૧ સભ્યોની ટીમ અમદાવાદથી ૧૧મી માર્ચે રવાના થઇ છે. સ્પર્ધા ૧૩ થી ૧૬ માર્ચ ૨૦૨૨ દરમ્યાન ગુરૂ નાનક દેવ યુનિવર્સીટી, અમ્રીતસર, પંજાબ ખાતે યોજાનાર છે. ગુજરાત તરફથી ભાઇઓના વિભાગમા ફોઇલ ટીમમા અમરસિહ ઠાકોર, સચીન પટણી બન્ને ગાધીનગર, અજયસિહ ચુડાસમા – અમદાવાદ, મંદિપસિહ – ભાવનગર, ઇપી ટીમમા સિધ્ધરાજસિહ – ભાવનગર, હર્ષવર્ધનસિહ – અમદાવાદ, જલ્પ પ્રજાપતી, કરણ ભાટ બન્ને સાબરકાઠા, સેબર ટીમમા ચંદન પટણી – ગાધીનગર, અર્જુનસિહ ઝાલા – ભાવનગર, ધર્મરાજસિહ જાડેજા – જામનગર અને ધ્રુવ વંશ – ગીર સોમનાથ
બહેનોના વિભાગમા ફોઇલ ટીમમા ખુશી સમેજા, શીતલ ચૌધરી બન્ને બનાસકાઠા, નિશા ચૌધરી – મહેસાણા, દિવ્યા ઝાલા – ગીર સોમનાથ, ઇપી ટીમમા રીતુ ચૌધરી, પાર્વતીબેન ઠાકોર અને સૃષ્ટી ચૌધરી ત્રણેય ગાધીનગર, મિતવા ચૌધરી – પાટણ, સેબર ટીમમા પ્રિયંકાકુમારી સોલંકી અને જીનલ ચૌધરી – બનાસકાઠા, રીતુ પ્રજાપતી – મહેસાણા અને વંદિતા બારડનો સમાવેશ થાય છે. કોચ તરીકે કિજલબેન ઠાકોર અને હાર્દિકજી ઠાકોર બન્ને ગાધીનગર, મેનેજર તરીકે દ્રષ્ટી પટેલ – ભરૂચ, તારાબેન ઠાકોર – ગાધીનગર તથા ટેકનીકલ ઓફિશ્યલ તરીકે ભરતજી ઠાકોર – ગાધીનગર, અનિલ કુમાર – સાબરકાઠા અને રોશન થાપા – અમદાવાદ સ્પર્ધામા ગુજરાતનુ પ્રતિનિધિત્વ કરશે. ગુજરાતની ટીમમા પસંદગી પામેલ તમામ ખેલાડીઓ, કોચ , મેનખજર અને ટેકનીકલ ઓફિશ્યલને એમેચ્યોર ફેન્સીગ એસોસીએશન ઓફ ગુજરાત સ્ટેટના પ્રમુખ મુકેશભાઇ ચૌધરી અને મંત્રી ભરતજી ઠાકોર એ શુભેચ્છાઓ પાઠવી છે.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!