અમરેલી જીલ્લાની હદ સુધી એટલે કે બે કી.મી.રોડનું કામ શા કારણોસર કરવામાં આવ્યું નથી..!!?

ભાલવાવ (તાલુકો – લાઠી ) થી બે જીલ્લાની હદ સુધી, એટલે કે જાળીયા ( તાલુકો – ગારીયાધાર ) જવાનો બે કી.મી.માર્ગ એટલે મોતને આમંત્રણ…!!! વધુમાં વધુ અકસ્માતો નાના – મોટા માર્ગો પર થવાના કારણો નિયમોનું ઉલ્લંઘન અને ખરાબ હાલત અને સ્પીડ બ્રેકરો ન હોવાને કારણે માણસોના મોત થાય છે.. આ બંને તસ્વીરો ને લઈને વિગત એવી છે કે અમરેલી જીલ્લાના લાઠી તાલુકાનું છેલ્લું ગામ એટલે કે આ જીલ્લાનું પણ છેલ્લું ગામ ભાલવાવ થી જાળીયા ગામ ( તાલુકો – ગારીયાધાર.) જતા બે કી.મી. નો માર્ગ છેલ્લા ત્રણ વર્ષથી સાવ એટલે કે સાવ તૂટી જવાને કારણે વાહન ચાલકો અને ભાલવાવ ગામના ખેડૂતોને આ માર્ગ પર આવેલી પોતાની વાડીએ પોતાના વાહન લઈ જવામાં લોઢાના ચણા ચાવવા જેવું થાય છે.અને વાહનોના સ્પેર પાર્ટ ઢીલા થઈ જાય છે અને હાડકા ખોખરા થઈ જાય છે.જોવાની વાત એવી છે કે ધામેલ થી ભાલવાવ ગામના પ્રવેશદ્વાર સુધી તાજેતરમાં ડામર રોડ બનાવ્યો,પરંતુ અમરેલી જીલ્લાની હદ સુધી એટલે કે બે કી.મી.રોડનું કામ શા કારણોસર કરવામાં આવ્યું નથી..!!? તે સવાલ છે.આ કામ મંજુર થયું છે.? હા તો શા માટે કરવામાં આવ્યું નથી..!! જો મંજુર થયેલ ન હોય તો ધારાસભ્ય અધૂરું કામ મંજુર કરાવે એવી આ ગામના લોકોની અને વાહન ચાલકોની માંગ છે. શું રોડના કામમાં પણ રાજકારણ ખેલાય છે..!!? આ વિસ્તારના ધારાસભ્ય આ કામને મહત્વનું ગણી આવતા ચોમાસા પહેલા કામ શરૂ કરાવે..નહીતો આટલામાં રાજકારણીઓ સમજી જાય કે ધારાસભાની ચૂંટણી નજીક છે..!!
રિપોર્ટ અતુલ શુક્લ દામનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756