જેતપુરમાં પૂર્વ પત્નીની છરી ઝીંકી હત્યા કરનાર પતિ અને ભત્રીજાની શોધખોળ

જેતપુરમાં પૂર્વ પત્નીની છરી ઝીંકી હત્યા કરનાર પતિ અને ભત્રીજાની શોધખોળ
શહેરના ગુજરાતીની વાડી વિસ્તારમાં રહેતા પ્રસન્તબેનને તેના પૂર્વ પતિ અને ભત્રીજાએ છરી વડે આડેધડ ઘા ઝીંકી ગળુ કાપી નાસી છૂટયા હોય પોલીસે મૃતકની પુત્રીની ફરીયાદ પરથી બન્ને કાકા-ભત્રીજા વિરૂધ્ધ ગુન્હો નોંધી તેને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
“ગુજરાતની વાડી ભાવીક નગર વિસ્તારમાં ગઇકાલે સવારે પૂર્વ પતિ એ તેના એક ખાતે રહેલા ભત્રીજાને સાથે રાખી તેની પત્ની ના ઘેર જઇ હાથ-પગ પકડી રાખી છરી વડે ગળુ કાપી શરીરે આડેધડ ઘા ઝીંકી બન્ને બાઇક ઉપર નાસી છૂટયા હતા પુત્રી પોતાની માતાને નહિ મારવા આજીજી કરતી રહી પરંતુ શાંતુભાઇએ બેરહેમીથી હત્યા કરી નાખી હતી. પોલીસે બનાવના પગલે મૃતક પ્રસન્તબેનની પુત્રીની ફરીયાદ પરથી બન્ને શખ્સો શાંતુભાઇ લખુભા કહોર તથા શીવરાજ ગેલણભા કહોર વિરૂધ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.
આ અંગે સીટી પી.આઇ. જે. વી.કરમુરે જણાવેલ કે આરોપીઓની ઓળખ થઇ ગયેલ છે તે કાકા – ભત્રીજા બન્ને જ છે તેઓના મોબાઇલ પણ સ્વીચ ઓફ આવે છે. તેની વધુ તપાસ માટે ટીમ ઉપલેટાના ઢાંક ગામ માં તપાસ કરી રહી છે.
રિપોર્ટ :- વિક્રમસિંહ ચુડાસમા જેતપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756