કડી માં આવેલ કરણનગર ખારાની સીમ પાસેથી વિદેશી દારૂના જથ્થો ડી – સ્ટાફ પોલીસે ઝડપી પાડયો

કડી માં આવેલ કરણનગર ખારાની સીમ પાસેથી વિદેશી દારૂના જથ્થો ડી – સ્ટાફ પોલીસે ઝડપી પાડયો
કડી કરણનગર ખારા ની સીમ વચલા નેડિયા તરીકે ઓળખાતી સીમા આવેલ ખેતરમાંથી બોટલનંગ 384 તથા બિયર ટીન નંગ 24 કુલ કિંમત 53,232/- નો મુદ્દામાલ સાથે દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યું.
કડીમાં ચાલી રહેલા દારૂના અડ્ડા ઉપર કડી પોલીસ સ્ટેશન દ્વારા રેડ કરીને અનેક બૂટલેગરો ને ઝડપી પાડવામાં આવતા હોય છે ત્યારે ફરીથી એકવાર કડી વિસ્તારમાં આવેલ કરણનગર ખારા ની સીમ પાસે આવેલ ખેતરમાંથી દારૂનો જથ્થો કડી પોલીસના ડી સ્ટાફ કર્મચારીઓ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.
કડી ડી સ્ટાફ પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે કરણનગર ફાટક પાસે આવતા તેમને ખાનગી રાહે બાતમી મળેલ કે કરનગર ખારા ની સીમ વચલા નેડિયા તરીકે ઓળખાતી સીમમાં સીતારામ પરસોતમભાઈ પટેલ રહે હાલ અમદાવાદ વાળા ની વાડી ખેતરમાં ભાગમાં રાખી કામ કરતા પ્રતાપભાઈ શીવાભાઈ પાડીવાડીયા ઠાકોર રહે ફતેપુર પાટડી વાળા માલિક ની જાણ બહાર ખેતર અને બોરની આજુબાજુ ભારતીય બનાવટની વિદેશી દારૂ નો જથ્થો સંતાડી ને રાખી વેચાણ કરતા હતા જે પોલીસ તંત્રને બાતમીના આધારે માહિતી મળતા અને તે અંગે તપાસ કરતા તે જગ્યા ઉપરથી ભારતીય વિદેશી દારૂનો જથ્થા ની બોટલ નંગ 384 બિયર ટીન 24 મળી આવેલ હતી.
કડી પોલીસ દ્વારા આ પાસ પરમીટ વગરનો દારૂ અંગેની માહિતી ઈસમ ની પાસે પુસતાસ કરતા આ દારૂનો જથ્થો પ્રતાપ ઝાલા રહે કરનગર ગુલાબ નગર કડીવાળા આપી ગયેલ છે તેમ જણાવેલ હતું જેથી આ મળી આવેલ દારૂનો જથ્થો ગેરકાયદેસર અને પાસ પરમીટ વગરનો ઘણી તમામ મુદ્દામાલ ને સિલ કરીને પોલીસ સ્તેશન ખાતે લાવવામાં આવ્યો હતો.
પ્રતાપભાઈ શીવાભાઈ પાડીવાડિયા ઠાકોર ધંધો મજૂરી રહે કરણ નગર ખારાની નેડીયાની સીમમાં સીતારામ પરસોતમભાઈ પટેલ ના ખેતરમાં રહે ફતેપુરા જી .સુરેન્દ્રનગર વાળો પોતાના કબજા વાડીમાં ગેરકાયદેસર અને પાસ પરમીટ વગરનો ભારતીય વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ બોટલ નંગ 384 કિંમત 50,352/- અને બિયર ટીન 24 કિંમત 2,880/- જે કુલ મળીને 53,232/- નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો અને હાજર ન મળી આવેલ દારૂ આપનાર પ્રતાપ ઝાલા રહે કરનગર બંને વિરુદ્ધ કડી પોલીસે ફરિયાદ નોંધી ને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756