કડી થોળ રોડ પર ગટરના ખોદકામ દરમિયાન ટ્રક ખાડામાં પડતા પલ્ટી મારી,રોડ પર ડાયવર્ઝન ન આપતા અકસ્માત સર્જાયો

કડી થોળ રોડ પર ગટરના ખોદકામ દરમિયાન ટ્રક ખાડામાં પડતા પલ્ટી મારી,રોડ પર ડાયવર્ઝન ન આપતા અકસ્માત સર્જાયો
તંત્રની બેદરકારીના કારણે મોટી દુર્ઘટના ટળી
ડાયવરજન આપ્યા વિના ચાલી રહ્યું હતું રોડ પર કામ
મહેસાણા જિલ્લામાં કડી થોળ રોડ પર ગટરના ખોદકામ દરમિયાન ઉડા ખાડા કરવામાં આવ્યા હતા જ્યાં એક બાજુ કામ ચાલી રહ્યું હતું ત્યારે એક કન્ટેનર ઢસી આવતા તે પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો જોકે અકસ્માતમાં કોઈ જાનહની થઈ નહોતી ત્યારે કન્ટેનરને નુકશાન પહોંચ્યું હતું
કડી તાલુકામાં આવેલ કડી થોળ રોડ પર અબુંજા કંપની પાસે ગટર લાઈનનું કામકાજ ચાલી રહ્યું હતું એ દરમિયાન રાત્રે બે વાગ્યાના અરસામાં રોડ પર ચાલી રહેલા ખોદકામ માં ઉડા ખાતા કરવામાં આવ્યા હતા જ્યાં GJ 18 AV 8917 નમ્બર નું કન્ટેનર સાણંદ થી ભંગાર ભરી ને છત્રાલમાં એક કંપનીમાં જઈ રહ્યું હતું એ દરમિયાન અબુંજા કંપની પાસે ચાલી રહેલા ગટરકામ માં કન્ટેનર ઘુસી જતા પલ્ટી મારી ગયું હતું
જોકે લોકોના જણાવ્યા પ્રમાણે ગટર ખોદકામ દરમિયાન રાત્રે રોડ પર કોઈ પ્રકારના ડાઈવરજન ના બોર્ડ કે ચિહ્નો લગાવવામાં આવ્યા નહોતા જેણે કારણે કન્ટેનર નો ચાલક આગળ હાઇવે ચાલુ હોવાનું સમજી પોતાની ગાડી માટીના ઢગલા પર હંકારી હતી બાદમાં કન્ટેનર પલ્ટી મારી ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે
આ ઘટનાના કોઈ પ્રકારની જાન હનીના સમાચાર નથી જોકે અકસ્માતને લઇ કન્ટેનરને મોટું નુકસાન પહોંચ્યું હકવાનું સામે આવ્યું છે ત
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756