આદિવાસી સમાજનું અપમાન કરવાનું ડેપ્યુટી કલેકટર નિલેશ દુબેને ભારે પડી ગયું

આદિવાસી સમાજનું અપમાન કરવાનું ડેપ્યુટી કલેકટર નિલેશ દુબેને ભારે પડી ગયું
Spread the love

આદિવાસી સમાજનું અપમાન કરવાનું ડેપ્યુટી કલેકટર નિલેશ દુબેને ભારે પડી ગયું

નિલેશ દુબે સામે કડક કાર્યવાહીની માંગ સામે કેવડિયા સજ્જડ બંધ

નર્મદા કોંગ્રેસ અને આદિવાસી સમાજ દ્વારા નિલેશ દુબેનાપૂતળા દહન, સૂત્રોચ્ચાર, વિરોધ પ્રદર્શનના ઠેર ઠેર દેખાવો, રેલી કાઢી

કેવડિયા ખાતે આદિવાસીઓ ઉમટ્યા, ચક્કાજામના દ્રશ્યો

ગુજરાત કોંગ્રેસ નાં મહામંત્રી નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ નાં પ્રમુખ સહીત યુવા કોંગ્રેસ નાં કાર્યકર્તાઓને પોલીસે ડિટેન ‌કરતા રોષ
સાગબારા ખાતે સાગબારા કોંગ્રેસના કાર્યકરોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું

રાજપીપલા, તા 1

કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ના ડેપ્યુટી કલેકટર નિલેશ દુબે દ્વારા આદિવાસીઓ માટે અપમાન જનક શબ્દો ઉચ્ચારતો ઓડીઓ સોસીયલ મીડિયામાં વાયરલ થયાં બાદ તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. ખાસ કરીને આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને આજે કેવડિયા સજ્જડ બંધ નું એલાન આપ્યું હતું ગઈકાલે રાજપીપળા ખાતે નર્મદા કોંગ્રેસ દ્વારા ટાવર પાસે ઇંગ્લીશ બ્લુ પૂતળા દહન કરી સૂત્રોરચાર કર્યા હતા જેના સંદર્ભમાં આજે ગુજરાત કોંગ્રેસ નાં મહામંત્રી નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ નાં પ્રમુખ સહીત યુવા કોંગ્રેસ નાં કાર્યકર્તાઓને પોલીસે ડિટેનકરતા કાર્યકરો રોષે ભરાયા હતા
તો બીજી તરફ આજે નિલેશ દુબે સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથેકેવડિયા બચાવો આંદોલન સમિતિ ‌વતી ડૉ પ્રફુલ વસાવા ‌દ્રારા આપવામાં આવેલ બંધ એલાન માં કેવડિયા સજ્જડ બંધ રહ્યુહતું અને આદિવાસીઓ મોટી સંખ્યામાં કેવડીયા સ્ટેચ્યુ રોડ પર ઉતરી આવ્યા હતાઅને રેલી કાઢી અને નિલેશ દુબઈનું જાહેરમાં પૂતળાદહન કર્યું હતું તેની વિરોધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું જ્યારે બીજી તરફ આજે સાતબારા ખાતે સાતબારા કોંગ્રેસના કાર્યકરોએ પણ મામલતદારને નિલેશ દુબે સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર આપી વિરોધ દર્શાવ્યો હતો
આમ આદિવાસી સમાજનું અપમાન કરવાનું ડેપ્યુટી કલેકટર નિલેશ દુબેને ભારે પડી ગયુંહતું. આજે કેવડિયા ખાતે આદિવાસીઓમોટી સંખ્યામા વિરોધ કરવા ઉમટી આવતા ઉમટ્યા રોડ પર ચક્કાજામના દ્રશ્યોસર્જાતા પોલીસ ને દરમ્યાનગીરી કરવી પડી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નાયબ કલેકટર ‌નિલેશ દુબે ઉપર ગુજરાત સરકાર કાર્યવાહી નહીં કરતાં કેવડિયા સંપૂર્ણ બંધપાળી આદિવાસી એકતાનો પરચો આદિવાસીઓએ બતાવ્યો હતો. બીજી તરફ આદિવાસી સમાજ ને અપમાનિત કરનાર નિલેશ દુબે પર કાર્યવાહી નહીં કરવાનાં વિરોધમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ના કર્મચારીઓ- બસ-કાર ના ડ્રાઈવરો બંધ માં ‌જોડાયાહતા.સ્ટેચ્યુ ઓફ યુનિટી માં કામ ‌કરતા તમામ કર્મચારીઓ કેવડિયા બંધ માં જોડાયાં હતા અને શનિ-રવિવાર તમામ કામો નો ‌બહિષ્કાર કરવાની જાહેરાત કરાઈ હતી

કેવડીયા વિસ્તારનાં ગામોમાં લોકો રાજકીય પક્ષાપક્ષી છોડી સમાજની એકતા માટે રોડ પર ઉતરી નિલેશ દુબે હાય હાય ‌ના નારા લગાવ્યા અને પુતળા દહન કરી ,તેમની ઉપર કાનુની કાર્યવાહી, ગુજરાત સરકાર તેમને‌ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી તત્કાલ હટાવવા ની માંગ કરી હતી.

નર્મદા જિલ્લામાં નિલેશ દુબે પર કાર્યવાહી ની માંગ સાથે વિરોધ જોતાં આજ ‌સવારથી ગુજરાત કોંગ્રેસ નાં મહામંત્રી હરેશભાઈ વસાવા અને નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ નાં પ્રમુખ અજયભાઈ વસાવા તેમજ અન્ય યુવા કોંગ્રેસ નાં કાર્યકર્તા ઓને પોલીસ દ્વારા ડિટેન ‌કરી લેવામાં આવ્યા હતા.

રિપોર્ટ : દીપક જગતાપ, રાજપીપલા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!