મોંઘવારી ના વિરોધ માં અંકલેશ્વર શહેર, તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા વિરોધ પ્રદર્શન

મોંઘવારી ના વિરોધ માં અંકલેશ્વર શહેર, તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા વિરોધ પ્રદર્શન
ત્રણ રસ્તા સર્કલ ખાતે વધતા જતા પેટ્રોલ-ડીઝલ, સીએનજી ગેસ, ગેસનો બોટલ, ખાદ્ય તેલના ભાવો, તેમજ અન્ય મોંઘવારીને લઈને અંકલેશ્વર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગેસનો બોટલ તેમજ તેલના ડબ્બા ને લઈને હાર પહેરાવી વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન સરકાર વિરુદ્ધ ના સુત્રોચાર કરવામાં આવ્યા હતા, અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો, પોલીસ તેમજ કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું જે બાદ 30 જેટલા કાર્યકરો ની શહેર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી, જે પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ જગતસિંહ વાંસડીયા, તાલુકા પ્રમુખ દેવેન્દ્ર ઉપાધ્યાય, અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ શરીફ કાનુગા, જિલ્લા યુવા કોંગ્રેસ ના મહામંત્રી વસીમ ફડવાલા, શૈલેષ મોદી, ઇકબાલ ગોરી, મગન માસ્ટર, રફીકભાઇ ઝગડિયાવાળા, સ્પંદન પટેલ, મનુ સોલંકી, મુકેશ વસાવા, ઈમ્તિયાઝ બાણવા, પ્રકાશ પટેલ, ઉત્તમ પરમાર વિગેરે આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756