મોટી કુંકાવાવ અને ભક્તિ નગર પ્રાથમિક શાળામાં તાલુકા પંચાયત પ્રમુખ ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ નિહાળ્યો

મોટી કુંકાવાવ અને ભક્તિ નગર પ્રાથમિક શાળામાં તાલુકા પંચાયત પ્રમુખ ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ નિહાળ્યો
વિદ્યાર્થીઓ ચિંતા કે ડર વગર હળવાશ પૂર્ણ મેં માહોલમાં પરીક્ષા આપે એ માટે તેમને માર્ગદર્શિત કરવા તેમજ તેમની સાથે ચર્ચા કરી તેમની મુંઝવણ ઉકેલવા માટે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા થયેલ સરાહનીય પ્રયાસ અંતર્ગત મોટી કુંકાવાવ ની ભક્તિ નગર પ્રાથમિક શાળામાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ લાઈવ બતાવવામાં આવ્યો હતો. જેમાં B.R.C કો ઓર્ડીનેટર ભાવેશભાઈ ગોંડલીયા અને તાલુકા પંચાયત પ્રમુખશ્રી વસંત ભાઈ સોરઠીયા ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી રમાબેન ગોહિલ અને શિક્ષક શ્રી ચંદ્રેશ ચંદ્રેશ ભાઈ ખુટ દ્વારા આ અતિથિ શ્રી ઓને પુષ્પગુચ્છ અર્પણ કરી આવકારવામાં આવ્યા હતા તેમજ B.R.C. કો ઓર્ડીનેટર ભાવેશભાઈ ગોંડલ તાલુકા પ્રમુખની શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા.
ત્યાર બાદ વડાપ્રધાન શ્રી અને વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ સંવાદ અને પ્રશ્નોત્તરી ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ તથા તમામ શિક્ષકોએ નિહાળી હતી અને આ કાર્યક્રમ શ્રી વિદ્યાર્થીઓનો પરીક્ષાનું દૂર થયો હતો તેમજ તેમના આત્મવિશ્વાસમાં વધારો થયો હતો.
રિપોર્ટ રસિક વેગડા મોટીકુકાવાવ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756