દામનગરમાં પ્રા.કન્યાશાળા નજીક ચોકડીએ સ્પીડ બ્રેકરો બનાવોની ઉઠેલી માંગ

દામનગરમાં પ્રા.કન્યાશાળા નજીક ચોકડીએ સ્પીડ બ્રેકરો બનાવોની ઉઠેલી માંગ. દામનગર શહેરમાં હીરા ઉદ્યોગ સહિત મીલ – જીન તેમજ પ્લાસ્ટિક અને સિમેન્ટમાં થી બનતા વિવિધ ઉત્પાદનોના એકમોમાં મોટી સંખ્યામાં કામદારો ની અવર – જવર અને ગારિયાધાર,લીલીયા,સાવરકુંડલા, ઢસા,ગઢડા,ભાવનગર,લાઠી,અમરેલી તરફ થી આવતા – જતાં વાહનો અને શહેરની શાળાઓ,સ્કૂલો તેમજ સરકારી કચેરીઓ અને આજુબાજુના ૩૦ જેટલા ગામના લોકો,રત્નકલાકારો થી દામનગર ના તમામ માર્ગો ઉપર વહેલી સવાર થી મોડી રાત્રી સુધી વાહન વ્યવહારની અવર – જવર તેમજ પોલીસ સ્ટેશનની સામે તેમજ બાજુમાં આવેલ કન્યાશાળા અને સ્કૂલ તેમજ ખુબજ નજીકમાં સરકારી દવાખાનું અને રહેણાંકી વિસ્તારને લાગુ પડતો રોડ કન્યાશાળા પાસે ચાર રસ્તા ની ચારેય બાજુ સ્પીડ બ્રેકરો ન હોવાથી છાશવારે અકસ્માતો ની ઘટના બનતી રહેતી હોય હાલ શરૂ કરવામાં આવેલ આ માર્ગનાં નવીનીકરણમાં આ સૂચિત સ્થળોએ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડના ઇજારદારને સ્પીડ બ્રેકરો બનાવવાની મંજૂરી આપે,નહીતો ભવિષ્યમાં કોઈ વાહન અકસ્માત થશે તો જાનહાનિ થઈ શકે…!!!
રિપોર્ટ : અતુલ શુક્લ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756