બનાસકાંઠા સાંસદ દ્વારા લોકસભામાં પાણી નો મુદ્દો ઉઠાવ્યો

બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઇ પટેલ દ્વારા આજે પાણી ની સમસ્યાનો ઉકેલ આવે તેવા હેતુથી ખેડૂતો નાં પ્રશ્નો ને ન્યાય આપવા માટે લોકસભા માં દિલ્હી સુધી રજુઆત કરી છે
બનાસકાંઠા જિલ્લામાં પાણી ની સમસ્યાનો સામનો દરેક તાલુકા નાં લોકો કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ભુગર્ભ જળ હજાર થી વધારે ફુટ ઉંડાઈ એ પહોંચ્યું હોવાથી ખેડૂતો ને સિંચાઇ નાં પાણી ની સમસ્યા વિકટ બની છે ખેડૂતો ને સાબરમતી થી રાજસ્થાન નું જોડાણ કરી ને અટલ ભુગર્ભ જળ યોજના હેઠળ પાણી ની સમસ્યાનો ઉકેલ લાવવા માં આવે તો ખેડૂતો અને પશુપાલકો ને પાણી ની સમસ્યાનો ઉકેલ આવી શકે છે તેવી બનાસકાંઠા સાંસદ દ્વારા જલશક્તિ મંત્રી ને રજુઆત કરી છે જો આ યોજના અમલમાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં પાણી ની સમસ્યાનો ઉકેલ આવી શકે છે
રિપોર્ટ:જનકસિહ વાઘેલા (બનાસકાંઠા)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756