ડભોઇ ની હોસ્પિટલમાં આયુષમાન ભારત કાર્ડ ન સ્વીકારતા ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા એ સંચાલકો ને ઉધડો લીધો

ડભોઇ હોસ્પિટલો માં આયુષમાન ભારત કાર્ડ ન સ્વીકારતા ધારાસભ્ય એ સંચાલકો ને ઉધડો લીધો
જિલ્લા તેમજ ડભોઇ આરોગ્ય વિભાગ ને તાત્કાલિક જાણ કરી આયુષમાન ભારત સુવિધા ચાલુ કરવા જણાવ્યું.
ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા(સોટ્ટા)એ આજરોજ ડભોઇ માં નામાંકિત હોસ્પિટલ ની સરપ્રાઇઝ મુલાકાત લેતા હાજર દર્દીઓ પાસે થી જાણવા મળ્યું કે હોસ્પિટલ દ્વારા આયુષમાન ભારત કાર્ડ ચલાવવામાં નથી આવી રહ્યા જેના કારણે દર્દીઓ ને હજારો રૂપિયા ના બિલ ભરવા પડી રહ્યા છે.જે રજુઆત ના પગલે ડભોઇ ના ધારાસભ્ય એ હોસ્પિટલ સંચાલકો નો ઉધડો લીધો હતો.તથા આ અંગે તાત્કાલિક અસર થી જિલ્લા આરોગ્ય વિભાગ માં રજુઆત કરી આયુષમાન ભારત યોજના નો લાભ દર્દીઓ ને મળે તેવી સૂચના આપી હતી.ઉપરાંત સરકાર દ્વારા નક્કી કરેલ હોસ્પિટલમાં આયુષમાન કાર્ડ ન ચલાવનાર હોસ્પિટલ પર કડક પગલાં લે તેવી રજુઆત કરી હતી.આજરોજ ભારતીય જનતા પાર્ટી ના સ્થાપના દિવસ હોવાથી ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા ડભોઇ ની હોસ્પિટલ માં દર્દીઓ ને ફ્રૂટ વિતરણ કરવા ગયા હતા દરમિયાન એક બાળક દર્દી ની મુલાકાત લીધી હતી કે જે લીમડા ના ઝાડ પર થી પડી ગયો હતો તેને હાથ માં ઇજા થતાં ઓપરેશન કરાવવુ પડે તેમ હતું તેઓની પાસે આયુષમાંન કાર્ડ હોવા છતાં હોસ્પિટલ દ્વારા કાર્ડ નહિ ચલાવતા આશરે 40,000 જેટલો ખર્ચ ભોગવવો પડે તેમ હતો જેની રજુઆત બાળક ના પિતા એ ધારાસભ્ય ને કરતા તેઓ દ્વાર તાત્કાલિક ધોરણે આરોગ્ય વિભાગ નો સંપર્ક સાધી દર્દીઓ ને સરકારી લાભ મળે તે માંટે હોસ્પિટલો આ આયુષમાંન ની સુવિધા શરૂ કરવા આદેશ આપ્યા હતા.અને જે કોઈ હોસ્પિટલમાં કાર્ડ સ્વીકારવા આનાકાની કરે તો તેઓ વિરુદ્ધ પગલાં લેવા પણ સૂચના કરી હતી.
રિપોર્ટ:- ચિરાગ (રાજુ ઘેટી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756