શુ આપણી લગ્નવ્યવસ્થામાં ફેરફાર કરવાની જરૂર તમને નથી લાગતી ?

શુ આપણી લગ્નવ્યવસ્થામાં ફેરફાર કરવાની જરૂર તમને નથી લાગતી ?
Spread the love

હવે આપના સમાજમાં વાતાવરણ એવું થઈ ગયું છે કે આપને ઘેર દીકરી હોય તો આપણને બહુ ચિંતા થાય છે.કેટ કેટલી જગ્યા પર આપણે દીકરીનું ધ્યાન રાખવું પડે છે .પહેલા ઘરમાં મોહલ્લામાં શેરીમાં દીકરીઓ સલામત હતી.હવે નથી .કેવો જમાનો આવ્યો છે ઘરમાં પણ દીકરી પર નઝર રાખવી પડે છે.પાડોશીઓ સગાંવહાલાં પર પણ પહેલા જેવો ભરોસો હવે ક્યાં મુકાઇ છે?
હવે આપણે એમ વિચાર કરીએ છીએ કે આપણા ઘરે દીકરી ના હોય.એનું એ કારણ નથી કે પુત્ર આપણે વૃદ્ધાવસ્થામાં મદદ કરે ટેકનલાકડી બને આપની કાળજી લે પુત્ર ખાનદાનનું નામ રોશન કરે હવે આ બધી વાતો જુની થઈ ગઈ.
મને હું થોડો મોટો થયો સમજદાર થયો તે વખતથી વિચાર આવે છે કે આપણે અદકેરા વ્હાલથી ઉછેરેલી દીકરી બીજાના ઘરે શા માટે મોકલી આપવાની ? એને શુ ગમે? એને શુ ના ગમે ? એને શુ ભાવે ? એને શુ ના ભાવે ? એની ફિકર આપણે રાતદિવસ કરી હોય.પાછી લગ્ન વખતે સલાહ આપવાની બેટા થોડું જતું કરજે. આટલું ઓછું હોય એમ પેલા લોકો એને એમના ઘરની રીતરિવાજ મુજબ રાખે એને ફાવે કે ના ફાવે એ તો કોઈને કહેવાનું જ નહીં .કોઈને સામો જવાબ આપવાનો નહીં.એમ આપણે દીકરીને સમજાવવું પડે ભલે દીકરીએ આપણને એક નહીં અનેકવાર સામો જવાબ આપ્યો હોય.તારા પતિદેવ તારી પર ગુસ્સો કરે તો તારી હંમેશની ટેવ લડવા બેસતી નહી.અહીં માં સામે મનફાવે તેમ વર્તન કરનારી દીકરીને સાસુ સાથે કેમ શાંતિથી રહેવું એમ સમજાવવું પડે છે.
માંની નાની વાત એને કચ કચ અને ટોકવું લાગતું હોય અને સાસુ બોલે તો ચુપચાપ સાંભળી લેવાનું કઈ રીતે સમજાવવું?
આપણી સમાજ વ્યવસ્થા કેવી છે જુવો ને? છોકરાઓ મોટા થાય એમને વિજાતીય આકર્ષણ થાય.પ્રેમ થાય એકબીજા સાથે જીવવાની વાતો થાય.પણ શું આપને કોઈને પ્રેમ કરીએ એને આપણી આખી જિંદગી સોંપી દેવાની? આપણી જિંદગી પર આપનો કોઇ હક નહી? આપણી જિંદગીનો ફેંસલો કોઇ બીજા કેમ લે ? આપણે કઈ કરવા પહેરવા ઓઢવા ખાવાપીવા હરવા ફરવા અરે ઘરની બહાર નિકલવા માટે પણ બીજાની મંજૂરી લેવી પડે ? આમ સદીઓથી ચાલતું કેમ આવે છે ?
[ લગ્ન પછી માત્ર સાસરામાનું કહ્યું જ માનવાનું પતિદેવનાં માતાપિતા અગત્યનાં ને દીકરીના માતાપિતા સાજામાંદા હોય તો જવાનું નહી.પાછું નવ મહિના લોહીપાણી એક કરી રાતદિવસ એક કરી પેદા કરેલા પોતાનું દુધ પીને મોટા કરેલા સંતાનોને નામ પાછું પિતાનું આપવાનું?
વરસોથી પરણીતાનું કાયદેસર શોષણ થઈ રહ્યું છે .શિક્ષણ વધતા હાલત સુધરવાને બદલે બગડતી કેમ જાય છે ? મહિલાઓ સશક્ત કેમ બનતી નથી? માત્ર કાગળ પર વાતો કરવાથી ક્યારેય પણ સુધારો થવાનો નથી.

રિપોર્ટ : અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!