ગુજકેટ ની પરીક્ષા આગામી તા.૧૮ એપ્રિલ ૨૦૨૨ના રોજ યોજાશે

ગુજકેટ ની પરીક્ષા આગામી તા.૧૮ એપ્રિલ ૨૦૨૨ના રોજ યોજાશે…
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ,ગાંધીનગર દ્વારા આયોજીત ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ( ગુજકેટ) ની એપ્રિલ -૨૦૨૨ની પરીક્ષા આગામી તા. ૧૮ એપ્રિલ સોમવારના રોજ
૧૦:૦૦ થી ૧૬:૦૦ કલાક દરમિયાન યોજાશે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ પછીની ડિગ્રી એન્જિનિયરિંગ અને ડિગ્રી/ ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા લેવામાં આવે છે.*
*એન્જિનિયરિંગના ઉમેદવારો માટે, પ્રશ્નપત્રમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિતના વિષયો પર આધારિત પ્રશ્નો હશે. જ્યારે ડિગ્રી/ ડિપ્લોમા ફાર્મસી કોર્સ માટે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાન ના પ્રશ્નો હશે. કુલ ૧૨૦ બહુ વિકલ્પિય પ્રશ્નો ઉકેલવા માટે ઉમેદવારોને ૧૮૦ મિનિટનો સમય આપવામાં આવે છે. પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી , અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ મધ્યમમાં આપવામાં આવશે. ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ( ગુજકેટ )ની પરીક્ષા હિંમતનગરની વિવિધ ૧૩ જેટલી શાળાઓના સેન્ટરોમાં તા.૧૮ એપ્રિલ ૨૦૨૨ના રોજ યોજાશે.
રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756