સૌથી વધુ સ્નાન કરનાર નર્મદા પુત્ર સાંવરિયા મહારાજ દરરોજના 29 વાર નર્મદા સ્નાન કરે છે

સૌથી વધુ સ્નાન કરનાર નર્મદા પુત્ર સાંવરિયા મહારાજ દરરોજના 29 વાર નર્મદા સ્નાન કરે છે.
30વર્ષથી સૌથી વધુ 1000થીવધુ વખત પરિક્રમા કરનાર સાંવરિયા મહારાજ ચંપલ વગર ખુલ્લા પગે પરિક્રમા કરે છે.!
રાજપીપલા : નર્મદા પુરાણમાં નર્મદા પરિક્રમાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. ગુજરાતમાં માંગરોળ ખાતે નર્મદા તટે એકમાત્ર ઉત્તરવાહિની આવેલી છે ચૈત્ર માસમાં પંચકોશી ઉત્તરવાહિની નર્મદાની પરિક્રમા વિશેષ ધાર્મિક મહત્વ છે. માંગરોળ ખાતેથી નર્મદા પરિક્રમા શરૂ થાય છે. જેમાં હજારોની સંખ્યામાં ભક્તો પરિક્રમા કરવા ઉમટે છે
જેમાં અત્યાર સુધીમાં સૌથી વધુ એક હજારથી વધુ વાર પગપાળા, મોટરમાર્ગે, અને નાવડી માર્ગે પરિક્રમા કરનાર નર્મદા પુત્ર તરીકે ઓળખાતા સાવરીયા મહારાજે તેમની સાથે અસંખ્ય લોકોને નર્મદા પરિક્રમા કરાવી છે. સાવરીયા મહારાજની વિશેષતા એ છે તેમાં સૌથી વધુ પરિક્રમા કરવાનો અનોખો વિક્રમ એમના નામે બોલે છે.નર્મદા પુત્ર સાવરીયા મહારાજ ની આગેવાની હેઠળ અત્યાર સુધીમાં 4 લાખ થી વધુ લોકોને નર્મદા પરિક્રમા કરી કરાવી ચુક્યા છે. જે પણ એક નવો વિક્રમ છે.પોતે ગામોગામ પત્રિકા વહેંચી ને ભક્તોને પરિક્રમા માટે પ્રોત્સાહિત કરે છે. એ ઉપરાંત સાવરીયા મહારાજ છેલ્લા ૩૦ વર્ષથી નર્મદા પરિક્રમા કરે છે. પણ તેમણે ક્યારેય પગમાં ચંપલ પહેરી નથી.૪૪ ડિગ્રી ધોમધખતા તાપમાં પણ ઉઘાડા પગે પરિક્રમા કરે છે. આ પરિક્રમા માર્ગ પર કાંટા, પથ્થર હોવા છતાં તેમને કોઈ તકલીફ થતી નથી.એટલું જ નહીં એક સાદી કેસરી પોતડી પહેરીને ખુલ્લા તાપમાન પરિક્રમા કરે છે ત્યારે એમને કોઈ ગરમી કે લૂ લાગતી નથીકે બીમાર પડતા નથી.સામાન્ય માણસ આવી ગરમીમાં બેભાન થઈ જાય કે બીમાર પડી જાય પણ વર્ષોથી પરિક્રમા કરતાં સાવરીયા મહારાજને આજ દિન સુધી કોઈ શારીરિક તકલીફ થઈ નથી. નર્મદા મૈયાનો આશીર્વાદ હોવાનું તેઓ જણાવે છે.
બીજું સૌથી વધુ નર્મદા સ્નાન કરવાનો રેકોર્ડ પણ તેમના નામે છે.નર્મદા પરિક્રમા દરમિયાન તેઓ રોજના 29 નાં કરે છે આમ 31 દિવસની પરિક્રમા દરમ્યાન 900 થી હજાર વખત નર્મદા સ્નાન કરે છે.અને તેમની સાથે બીજા હજારો લોકોને પણ નર્મદા સ્નાન કરાવે છે
એક માત્ર નર્મદા નદી એવી છે કે જેના દર્શનમાત્રથી પવિત્ર થવાય છે જયારે નર્મદા સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થતી હોઈ લોકો અચુક નર્મદા સ્નાન કરે છે.
આ પરિક્રમા ત્રણ વાર કરવાથી 3850 કિમી પગપાળા પરિક્રમા કરવાનું ફળ મળે છે અને 71 પેઢી ને મોક્ષ મળે છે.તેથી હાલ ચૈતર માસમાં નર્મદા પરિક્રમા અને નર્મદા સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્વ છે.
રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756