રાજકોટ : ગેરકાયદેસર પાર્કિંગ બંધ કરાવવા “વન વીક વન રોડ” અંતર્ગત ડીમોલિશન.

રાજકોટ : ગેરકાયદેસર પાર્કિંગ બંધ કરાવવા “વન વીક વન રોડ” અંતર્ગત ડીમોલિશન.
Spread the love

રાજકોટ માં મહાનગરપાલિકા ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ગેરકાયદેસર પાર્કિંગ બંધ કરાવવા “વન વીક વન રોડ” અંતર્ગત ડીમોલિશન.

રાજકોટ માં મહાનગરપાલિકાએ કમિશનરશ્રી અમીત અરોરાની સુચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઓફિસરશ્રી એમ.ડી.સાગઠીયા સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના જાહેર માર્ગોપર વાહન પાર્કિંગની સમસ્યાને અંતર્ગત માન. કમિશનરશ્રી દ્વારા રજુ કરાયેલ એકશન પ્લાન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા.૧૨/૪/ર૦ર૨ ના રોજ વન વીક વન રોડ અંતર્ગત શહેરના વેસ્ટ ઝોન વિસ્તારના અમીન માર્ગ રોડ પરના પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ નીચેની વિગતો થયેલ દબાણો/ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. (૧) જે.ડી.આઈ કેર તથા અન્ય દુકાનધારકો (૩-દુકાન) અમીનમાર્ગ રાજકોટ. (૨) શ્રી નીલભાઈ પુજારા “કોમલ હેન્ડીક્રાફટ” અમીનમાર્ગ રાજકોટ. (૩) શ્રી ડીમ્પલ સોની “કોપર આર્ટ જ્વેલરી” કાવ્ય બિલ્ડીંગ અમીનમાર્ગ રાજકોટ . (૪) શ્રી મીનાબેન ઉધાસ “પ્રીટીઝ” કાવ્ય બિલ્ડીંગ અમીનમાર્ગ રાજકોટ . (૫) શ્રી રવિભાઈ ગોહેલ “ઓ ટુ ફેશન” ડેસ્ટીનેશન પ્લસ કોમ્પલેક્ષ અમીનમાર્ગ રાજકોટ. (૬) મેકરસ બેકરી તથા રાજસુખ શુઝ પી.પી.ફૂલવાલા સામે અમીનમાર્ગ રાજકોટ . (૭) શ્રી પંકજભાઈ સાકરીયા “પટેલ ફીટનેશ ક્લબ” અમીનમાર્ગ રાજકોટ. (૮) સુર્યા કોમ્પલેક્ષના દુકાનધારકો (૩-દુકાન) અમીનમાર્ગ રાજકોટ. (૯) ક્રીષ કોર્નર કોમ્પલેક્ષના માલીક્શ્રીઓ (૫-દુકાન) જેરામભાઈ જ્વેલર્સ સામે અમીનમાર્ગ રાજકોટ. (૧૦) કે.સી.એલ કોમ્પલેક્ષના દુકાનધારકોશ્રી (૯-દુકાન) અમીનમાર્ગ રાજકોટ. (૧૧) ભગવતી રેસ્ટોરન્ટ અમીનમાર્ગ રાજકોટ . (૧૨) કિંગ્સ લેન્ડ અમીનમાર્ગ રાજકોટ. (૧૩) સાર્પ કોમ્પલેક્ષ અમીનમાર્ગ રાજકોટ. આ કામગીરીમાં વેસ્ટ ઝોનના ડેપ્યુટી કમિશનર સાહેબશ્રી, ટાઉન પ્લાનીંગ ઓફિસર સાહેબશ્રી, સીટી એન્જીનીયરશ્રી, વેસ્ટ ઝોન તેમજ વેસ્ટ ઝોનની ટાઉન પ્લાનીંગ શાખા, બાંધકામ શાખા, દબાણ હટાવ શાખા, રોશની શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખાના તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરક્ષા વિભાગના અધિકારીશ્રી તથા તેમનો તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.

 

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!