બોલીવુડના સૌથી મોટા પરિવારની તમે કેટલી જાણકારી ધરાવો છો?

રિશી કપુરનો પુત્ર રણબીર કપુર અને આલિયા ભટ્ટ લગ્ન કરી રહ્યા છે.કપુર ખાનદાનની પરંપરા પ્રમાણે અલિયાને બૉલીવુડ છોડવું પડશે.રાજ કપુર પોતાના પરિવારમાંથી પુત્રીઓના પણ બૉલીવુડના પ્રવેશના વિરોધી હતા.જો કે રાજના સૌથી મોટા પુત્ર રણધીર કપુરની બન્ને પુત્રીઓ કરિશ્મા કપુર અને કરીના કપુરની ગણના સફળ અભિનેત્રીઓમાં થાય છે.
કપુર પરિવાર બોલિવુડનું સૌથી મોટું પરિવાર છે.આ પરિવાર ઠેઠ 1928 થી બોલિવુડ સાથે આજ દિન સુધી જોડાયેલો છે.પાપા પૃથ્વીરાજ થી માંડીને રિશી પુત્ર રણબીર નવો સુપર સ્ટાર ગણાય છે.આશરે કપુર પરિવારના 30 થી વધુ સભ્યો બૉલીવુડ સાથે જોડાયેલા છે.
સૌ પ્રથમ પાપા પૃથ્વીરાજે 1928 માં ” દો ધારી તલવાર ” ફિલ્મથી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો.ત્યાર પછી તેમના ત્રણ પુત્રો રાજકપુર શમ્મી કપુર અને શશીકપુર બોલિવુડમાં ખુબ જ નામ અને દામ કમાયા હતા.તે પછી રાજકપુરના ત્રણ પુત્રો રણધીર કપુર રિશી કપુર અને રાજીવ કપુર બોલીવુડમાં ચમક્યા હતા આમાં રિશી કપુર ખુબ જ સફળ થયા હતા.રણધીર થોડી ફિલ્મો પછી નિષ્ફળ જતા નિર્દેશક બની ગયા હતા.સુમધુર ગીતોવાલી ” એક જાન હે હમ ” પછી પણ રાજીવ કપુર કઈ ઉકાળી શક્યા નહીં.
પાપાના બીજા નંબરના સંતાન શમ્મી કપુરને આદિત્ય અને કંચન એમ બે સંતાન છે કંચન આપના મનમોહનદેસાઈના પુત્ર કેતન દેસાઈને પરણી છે.શમ્મીએ અભિનેત્રી ગીતા સાથે લગ્ન કર્યા હતા.તેમના આ બે સંતાનો છે ગીતાના મૃત્યુ બાદ શમ્મીએ નીલાદેવી સાથે લગ્ન કર્યા હતા.
પાપા પૃથ્વી રાજના સૌથી નાના પુત્ર શશીકપુર હતા.શશીકપુરને ત્રણ સંતાનો છે કુણાલ કપુર કરણ કપુર અને સંજના કપુર છે સઁજના પાપા પૃથ્વીરાજના થિએટરને ધબકતું રાખવા ખુબ જ સક્રિય હતી.
શમ્મીના પુત્ર આદિત્ય 2/4 નિષ્ફળ ફિલ્મો પછી ગાયબ થઈ ગયા શશીકપૂરના ત્રણ સંતાનો કરણ કુણાલ અને સઁજના બે ચાર ફિલ્મો પછી ફિલ્મોમાં કામ કરવાનું બંધ કર્યું હતું.
ચોથી પેઢીના રણધીર કપુરની પુત્રીઓ કરિશ્મા કપુર અને કરીના કપુરની ગણના સફળ અભિનેત્રીઓમાં થાય છે.તો સફળ રિશી કપુરનો પુત્ર રણબીર કપુર આજનો નવી પેઢીનો સુપર સ્ટાર ગણાય છે રાજીવ કપુરે આરતી સાથે લગ્ન કર્યા હતા.કોઈ કારણસર બન્ને વચ્ચે તલાક થઈ ગયા હતા.તેથી રાજીવને સંતાનો નથી.
પાપા પૃથ્વીરાજે રામસરણી મહેરા સાથે લગ્ન કર્યા હતા.એમના ચાર સંતાનો રાજકપુર શમ્મી કપુર શશી કપુર.અને ઊર્મિલા કપુર.
પછી રાજકપુરે કૃષ્ણા કપુર સાથે લગ્ન કર્યા હતા.એમને પાંચ સંતાનો રણધીર કપુર રિશી કપુર અને રાજીવકપુર અને બે પુત્રીઓ રીમા જેન અને રીતુ નંદા જે આપણા અમીતની શ્વેતાની સાસુ થાય.
શમ્મી કપૂરે અભિનેત્રી ગીતા બાલી સાથે લગ્ન કર્યા હતા.એમને બે સંતાનો આદિત્ય અને કંચન કેતન દેસાઈ.ગીતાના મૃત્યુ બાદ શમ્મીએ નિલાદેવી સાથે બીજા લગ્ન કર્યા હતા.
શશીકપુરે અંગ્રેજી અભિનેત્રી જેનિફર સાથે લગ્ન કર્યા હતા.તેમને કરણકપુર કુણાલ કપુર અને સંજના કપુર નામના સંતાનો છે સંજના પૃથ્વી થિએટરને ધબકતું રાખવા ખુબ જ મહેનત કરતી હતી.
રણધીર કપૂરે અભિનેત્રી બબીતા સાથે લગ્ન કર્યા છે એમની બે પુત્રીઓ કરિશ્મા કપુર અને કરીના કપુર સફળ અભિનેત્રી છે
રિશીએ અભિનેત્રી નીતુ સિંઘ સાથે લગ્ન કર્યા હતા એમનો પુત્ર રણબીર આજનો સફળ સ્ટાર ગણાય છે પુત્રી રિદ્ધિમાં કપૂરે સહાની પરિવારમાં લગ્ન કર્યા છે રાજીવકપુરે આરતી સભરવાલ સાથે લગ્ન કર્યા હતા થોડા દિવસમાં તલાક થઈ જતા રાજીવને સંતાનો નથી.
શમ્મી પુત્ર અદિત્યએ પ્રીતિ કપુર સાથે લગ્ન કર્યા હતા એમને બે સંતાનો વિશ્વા કપુર અને તુલસી કપુર
શશી પુત્ર કૃણાલે રીમા સિપ્પી સાથે લગ્ન કર્યા હતા.એમને બે સંતાનો પૃથ્વી અને શાયરા છે
શશીના બીજા પુત્ર કરણકપુરે લોના સાથે લગ્ન કર્યાં હતાં.સાબિયા કપુર અને જેની કપુર બે સંતાનો છે.
હવે રિશી પુત્ર રણવીર આલિયા ભટ્ટ સાથે લગ્ન કરી રહ્યો છે.
આટલું મોટું પરિવાર અને દેશવિદેશમાં લાખો ચાહકો હોવા છતાં આર.કે.સ્ટુડિયો વેચાઈ ગયો એ પણ સમયની બલિહારી ગણાય.
રિપોર્ટ : અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756