માંગરોલની ગાદીના રાજ વલ્લભ હજરત ખ્વાજા મતાઉદ્દીન મોટામિયાં ત્રીજા (ર. અ.)નો ઉર્સ મેળો યોજાયો.

ભરૂચના પાલેજ ખાતે મોટામિયાં માંગરોલની ગાદીના રાજ વલ્લભ હજરત ખ્વાજા મતાઉદ્દીન મોટામિયાં ત્રીજા (ર. અ.)નો ઉર્સ મેળો યોજાયો.
ભરૂચના પાલેજ મુકામે મોટામિયા માંગરોલની ઐતિહાસિક ગાદી સાથે સંકળાયેલા રાજવલ્લભ હજરત ખ્વાજા મતાઉદ્દીન મોટામિયાં ત્રીજા ( ર.અ.) નો ઉર્સ દર વર્ષે ચેત્ર સુદ પૂનમના ઉજવાય છે, તેઓએ એક લાખ ઘેર ઘેર ગાયો પાળોનો લક્ષ્યાંક પૂર્ણ કરેલ હતો. તેઓની આ સેવા જોઈ મુંબઈના માધવ બાગ મેદાનમાં ભારતરત્ન પંડિત મદન મોહન માલવીયા દ્વારા વિશાળ જન મેદની વચ્ચે તેઓનું વિશેષ સન્માન કરવામાં આવેલ હતું, ત્યાં તેઓએ સુવર્ણ ચંદ્રક પરત કરી જન કલ્યાણમાં ઉપયોગ કરવા જણાવી ફક્ત માનપત્રક સ્વીકાર્યું હતું. તેઓ પોતે મોટામિયાં માંગરોલ દફન થયાં હતા, પરંતુ પોણા ત્રણ વર્ષ પછી તેઓના પાર્થિવ દેહને પાલેજ ખાતે લાવી પુનઃદફન કરવામાં આવેલ હતા.
મોટામિયા માંગરોલના વર્તમાન ગાદીપતિ હજરત પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીની વિશેષ હાજરીમાં સંદલ શરીફની વિધિ થઇ, જયાં પીર મોઈનુદ્દીન ચિશ્તી, ડૉ મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી અને તેઓના કુટુંબીજનોની ઉપસ્થિતિમા દરગાહ શરીફમાં સંદલ શરીફની વિધિ તેમજ ફાતિહા ખાની અને દુઆ ગુજરવામાં આવી હતી. આ ઉર્સમાં દેશ વિદેશથી પધારેલા મેહમાનો, ભક્ત ભાઇ બહેનો સહિત હિન્દૂ મુસ્લિમ ભાઈઓ બેહનો ખુબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પવિત્ર રમજાન મહિનો હોઈ પરિસરમાં સમૂહ ઈફ્તારીનું પણ આયોજન કરવામાં આવેલ હતું.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756